#StarKids:2016માં સોશિયલ મીડિયા પર આમણે કર્યું રાજ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના સ્ટાર અને તેમના બાળકોની દુનિયા સાવ અલગ છે. અહીં બાળકો સેલિબ્રિટી શબ્દની જોડણી શીખે એ પહેલાં જ સેલિબ્રિટી બની જાય છે. બોલિવૂડ સેલિબ્રિટિઝ ભલે ને તેમના બાળકોને અહીંની ઝાકઝમાળ અને મીડિયાથી દૂર રાખવાની ગમે એટલી કોશિશ કરે, પરંતુ સોશિયલ મીડિયાને પરિણામે તેઓ ઝાઝા સફળ થતાં નથી. મોટાભાગના સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અને તેથી જ એમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે અંગેની માહિતી લોકોને મળતી રહે છે. અરે, કોઇ સેલિબ્રિટીની જેમ સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડ્સના ફેન પેજ પણ બની ગયા છે!

આ ઓછું હોય એમ સ્ટાર કિડ્સના અવનવા ફોટોઝ અને પોસ્ટ્સને કારણે તેઓ સમાચારમાં પણ ચમકે છે. અહીં આજે આપણે એવા જ કેટલાક સ્ટાર કિડ્સની વાત કરવાના છીએ, જેઓ આ વર્ષે કોઇ બોલિવૂડ સેલિબ્રિટિ જેટલાં જ પોપ્યૂલર રહ્યા છે.

આલિયા ઇબ્રાહિમ

આલિયા ઇબ્રાહિમ

પૂજા બેદીની દિકરી આલિયા ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર કાદચ સૌથી વધુ પોપ્યૂલર છે. તે અવારનવાર પોતાના હોટ પિક્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, તેના આવા ફોટોઝ પર થયેલી ટિપ્પણી અંગે તેણે ખૂબ બિન્દાસ રીતે જવાબ આપ્યો હતો કે, 'હું માત્ર મારા સ્તન કરતાં કંઇ વધારે છું.' તેના બોલ્ડ જવાબે મીડિયામાં તેને ઘણી પોપ્યૂલર કરી દીધી હતી. પૂજા બેદીએ પણ આ અંગે કહ્યું હતું કે, 'એક સ્ત્રી તરીકે આલિયાને જે પહેરવું હોય એ પહેરવાની એને પૂરી છૂટ છે. કોઇને માત્ર તેના પહેરવેશ પરથી જજ કરી લેવા એ બરાબર નથી. આલિયા ભણવામાં ઘણી જ હોંશિયાર છે, તેણે પોતાની બોર્ડ એક્ઝામ્સમાં 90% માર્ક મેળવ્યા છે, તેને આર્ટમાં નેશનલ એવોર્ડ પણ મળ્યો છે અને મને મારી દિકરી પર ખૂબ ગર્વ છે.'

અહીં જુઓ - આલિયા ઇબ્રાહિમના વાયરલ થયેલા હોટ ફોટોઝ

નવ્યા નંદા

નવ્યા નંદા

આ નામને કોઇ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. અમિતાભ બચ્ચનની આ પૌત્રી ખૂબ જ પોપ્યૂલર છે અને તેનું નામ અવારનવાર સમાચારોમાં ચમકતું રહે છે. હાલમાં જ નવ્યાએ પોતાનો 19મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. હજુ એ ચર્ચા શાંત પડે ત્યાં નવ્યાના તેના મિત્રો સાથેના એક્ઝોટિક વેકેશનના બિકિનીવાળા ફોટાને કારણે તે ફરી હેડલાઇનમાં જોવા મળી હતી. આ પહેલી વાર નથી જ્યારે નવ્યાના બિકિની વાળા ફોટોઝ વાયરલ થયા હોય, આ પહેલા પણ એકવાર નવ્યાના આવા ફોટાએ ખૂબ ચર્ચા જગાવી હતી. જે અંગે અમિતાભ બચ્ચને પોતાની બંન્ને પૌત્રીઓ આરાધ્યા અને નવ્યાને સંબોધીને એક સુંદર પત્ર લખ્યો હતો અને આ અંગે પોતાના બ્લોગ પર પોસ્ટ પણ લખી હતી.

આર્યન ખાન

આર્યન ખાન

શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન પણ સૌથી વધુ પોપ્યૂલર સ્ટાર કિડ્સમાંને એક છે. તે લંડનમાં ભણે છે અને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, જો કે શાહરૂખને જ્યારે પણ આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તે હંમેશા એવું કહેતો સાંભળવા મળ્યો છે કે, આર્યન પહેલા પોતાનું ભણતર પૂરું કરી લે ત્યાર બાદ જ બોલિવૂડ વિશે વિચારશે. આર્યન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ઘણીવાર પોતાના ફોટા પોસ્ટ કરતો રહે છે. આર્યનના ફોટોઝ જોઇને તમે એક વાત તો ચોક્કસ માનશો કે તે શાહરૂખ જેટલો જ ડાયનામિક અને એક્ટિવ છે. થોડા સમય પહેલા આર્યન અને અમિતાભની પુત્રી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર પણ આવ્યા હતા.

સુહાના ખાન

સુહાના ખાન

ભાઇ આર્યનની સાથે સુહાના ખાન પણ ખાસી પોપ્યૂલર છે. તે સોશિયલ મીડિયા પર આર્યન જેટલી એક્ટિવ તો નથી, પરંતુ અવારનવાર અનેક પબ્લિક પ્લેસ પર તે ક્યારેક શાહરૂખ સાથે તો ક્યારેક ગૌરી સાથે જોવા મળે છે. થોડા સમય પહેલાં જ સુહાના ખાનને કરણ જોહર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જુદા-જુદા કારણોસર તે ઘણીવાર સમાચારોમાં ચમકતી રહે છે. આ વર્ષની દિવાળી પાર્ટીનો સુહાનાનો ડ્રેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, મીડિયાએ તેને સુહાનાનું વોર્ડરોબ માલફંક્શન ગણાવ્યું હતું.

અબ્રાહમ ખાન

અબ્રાહમ ખાન

શાહરૂખનો સૌથી નાનો પુત્ર અબ્રાહમ ખાન મીડિયામાં કદાચ તેના બંન્ને ભાઇ-બહેનો કરતાં વધુ પોપ્યૂલર છે. તે અવારનવાર શાહરૂખ અને ગૌરી સાથે ફોટોઝમાં જોવા મળે છે. શાહરૂખ ખાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ તેના ફોટા શેર કરતો રહે છે. ગયા વર્ષે જ શાહરૂખ જ્યારે પોતાની બર્થ ડે પર તેના ફેન્સને મળવા બહાર આવ્યો ત્યારે તેના ખોળામાં અબ્રાહમ પણ હતો. શાહરૂખ તો તેના ફેન્સનો પ્રેમ ઝીલી ફરી ઘરમાં જતા રહ્યો, પરંતુ ત્યાર બાદ નાનકડો અબ્રાહમ ફરીથી બાલ્કનીમાં આવ્યો હતો અને કોઇ સેલિબ્રિટિની માફક લોકોને વેવ કરતો જોવા મળ્યો હતો. અબ્રાહમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. અબ્રાહમનો આ ફોટો થોડા સમય પહેલા કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

આરાધ્યા બચ્ચન

આરાધ્યા બચ્ચન

અભિષેક અને એશ્વર્યાની લિટલ પ્રિન્સેસ આરાધ્યા બચ્ચન પણ કોઇ જાતના પ્રયત્નો વગર અત્યારથી જ ખૂબ પોપ્યૂલર છે. અભિષેક અને એશ્વર્યાએ આરાધ્યાના જન્મ બાદ ખાસા સમય સુધી એ વાતનું ખૂબ ધ્યાન રાખ્યું હતું કે, ક્યાંય પણ પ્રેસમાં તેનો ફોટો ન આવી જાય. જો કે, ધીરે-ધીરે તેઓ પણ આ બાબતે સહજ થઇ ગયા હતા. થોડા સમય પહેલા જ એશ્વર્યાએ આરાધ્યા માટે થિમ બર્થ ડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી અને આ પાર્ટીના ઇનસાઇડ ફોટોઝ સાશિયલ મીડિયા તથા અખબારોમાં ઘણા પોપ્યૂલર થયા હતા. એ પહેલાં 'એ દિલ હે મુશ્કિલ' રિલિઝ થતા પહેલા પણ આરાધ્યા બચ્ચનનું નામ સમાચારમાં ચમક્યું હતું. આ ફિલ્મના સેટ પર રણબીર કપૂર અભિષેક બચ્ચનું જેકેટ પહેરીને આવ્યો હતો અને આરાધ્યાને પાછળથી જોતાં એવું લાગ્યું કે એ તેના પપ્પા અભિષેક છે. આ કિસ્સો એશ્વર્યા એ જાતે મીડિયા સાથે શેર કર્યો હતો.

આરવ

આરવ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ પણ આજકાલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. થોડા સમય પહેલા જ આરવને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. ટ્વિંકલ ખન્ના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના બાળકોના ફોટા પોસ્ટ કરતી રહે છે. પિતા અક્ષય કુમારની જેમ જ આરવ પણ કરાટેમાં બ્લેકબેલ્ટ છે, આરવને બ્લેક બેલ્ટ મળ્યો હોવાની માહિતી ટ્વિંકલે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ પહેલાં એક સમારંભનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને આરવનો આ ફોટો ખૂબ વાયરલ થયો હતો, જેમાં નરેન્દ્ર મોદી આરવનો કાન ખેંચતા નજરે પડે છે.

અહીં વાંચો - 'રણવીરને ટાઇટ ફ્રેંચીમાં જોવા થિયેટર આવી હોઉં ત્યારે દેશભક્તિ ક્યાંથી જગાડું?':ટ્વિંકલ ખન્ના

ખુશી કપૂર અને જ્હાનવી કપૂર

ખુશી કપૂર અને જ્હાનવી કપૂર

શ્રી દેવી અને બોની કપૂરની બંન્ને દિકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર ખૂબ ફેમસ છે, સોશિયલ મીડિયા પર પણ બંન્ને ખૂબ એક્ટિવ છે. ઘણા સમયથી જ્હાનવીના બોલિવૂડ ડેબ્યૂની વાતો ફેલાઇ રહી છે, પરંતુ હજુ સુધી બોલિવૂડની કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. આ બંન્ને કપૂર સિસ્ટર્સ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે અને એને લીધએ ઘણીવાર સમાચારમાં પણ આવી ચૂકી છે. હાલમાં જ મનિષ મલ્હોત્રાની 51મી બર્થ ડે પાર્ટીમાં આ બંન્ને શ્રી દેવી અને બોની કપૂર સાથે જોવા મળી હતી.

ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન

ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન

સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહના આ બંન્ને બાળકો હવે ઘણા મોટા થઇ ગયા છે અને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ઇબ્રાહિમ અલી ખાન આર્યન અને આરવનો ઘણો સારો મિત્ર છે અને તેઓ ઘણીવાર સાથે ફરતા જોવા મળે છે. થોડા સમય પહેલાં જ સૈફ અલી ખાન મુંબઇના એક સ્પોર્ટ્સ ક્લબમાં પોતાના બંન્ને બાળકો સાથે ટેનિસ રમતો જોવા મળ્યો હતો અને એ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. ત્યાર બાદ કરીના કપૂર ખાનની બર્થ ડે પાર્ટીમાં સારાના બોલ્ડ ટોપ પર મમ્મી અમૃતા સિંહે ટિપ્પણી કરતાં તે સમાચારોમાં ચમકી હતી અને નવ્યા નંદાની 19મી બર્થ ડે પાર્ટીમાં પણ સારા જોવા મળી હતી.

સૈફીના

સૈફીના

જી હા, બરાબર સમજ્યા. આ યાદીમાં છેલ્લું નામ છે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના આવનારા બાળકનું! કરીના કપૂર હાલ પ્રેગનન્ટ છે અને 20 ડિસ્મ્બર તેની ડ્યૂ ડેટ છે. સૈફનું આ ત્રીજું બાળક જન્મતા પહેલાં જ ખાસુ ફેમસ થઇ ગયું છે. કરીના કપૂર કદાચ પહેલી એવી બોલિવૂડ એક્ટ્રેસ હશે, જે પોતાના પ્રેગનન્સી પિરિયડ દરમિયાન આટલી એક્ટિવ રહી હોય. કરીના કપૂર ખાન અને તેના બેબી બમ્પના અનેક ફોટા અખબારોમાં ચમકી ચૂક્યા છે, એવી પણ ખબરો આવી હતી કે પેપરાઝીથી કંટાળેલી કરીના લંડનમાં પોતાના બાળકની ડિલીવરી કરશે. કરીનાને તેના મેટરનિટી આઉટફિટ્સ માટે ઘણી વાહવાહી પણ મળી છે. ઉપરાંત તે મેટરનિટી આઉટફિટમાં ફોટો શૂટ પણ કરાવી ચૂકી છે. આવા વ્યસ્ત શેડ્યૂલને કારણે થોડા દિવસ પહેલાં જ કરીનાની તબિયત બગડી હોવાના પણ સમાચાર આવ્યા હતા. જો કે, હાલ કરીના એકદમ સ્વસ્થ છે, જુઓ તેની લેટેસ્ટ તસવીરો અહીં.

English summary
Bollywood star kids are very active on social media and hence gained a lot of popularity. Which star kid ruled the social media in 2016? See the list.
Please Wait while comments are loading...