For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વર્ષમાં જ બોલિવુડ પર છવાઈ ગઈ હતી દિવ્યા ભારતીઃ એક દર્દનાક કહાની

બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીએ બહુ થોડા સમયમાં ઘણુ નામ કમાયુ હતુ. જો કે નસીબને કંઈ બીજુ જ મંજૂર હતુ. વર્ષ 1993માં 5 એપ્રિલના રોજ અચાનક તેમનું મૃત્યુ થઈ ગયુ..

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીએ બહુ થોડા સમયમાં ઘણુ નામ કમાયુ હતુ. માત્ર 4 વર્ષોમાં જ તેમણે એ મુકામ મેળવી લીધુ હતુ કે માનવામાં આવતુ કે તેમની ટક્કરમાં બીજુ કોઈ નથી. ખાસ કરીને સુંદરતામાં. જો કે નસીબને કંઈ બીજુ જ મંજૂર હતુ. વર્ષ 1993માં 5 એપ્રિલના રોજ અચાનક તેમનું મૃત્યુ થઈ ગયુ.. અને બોલિવુડનો આ સુંદર સ્ટાર બધા પર પોતાની ચમક છોડી ગયો.

4 વર્ષમાં 21 ફિલ્મો કરી

4 વર્ષમાં 21 ફિલ્મો કરી

દિવ્યા ભારતી માત્ર 4 વર્ષનું જ કેરિયર જોઈ શકી અને આ ચાર વર્ષોમાં તેમણે 21 ફિલ્મો કરી. તમે વિચારી શકો છો કે તેમની લોકપ્રિયતા કેટલી રહી હશે. માત્ર 4 વર્ષોમાં 21 ફિલ્મો કોઈ અભિનેત્રીએ નથી કરી. તેમના મૃત્યુ બાદ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ અને ઘણાનું શૂટિંગ અધુરુ રહી ગયુ હતુ અને તેને બીજી અભિનેત્રીએ પૂરુ કર્યુ. જેમાંથી લાડલા શ્રીદેવી, મોહરા રવીના ટંડને પૂરી કરી. નહિતર એ પણ તેમની હિટ ફિલ્મોમાં આવતી.

જે ફિલ્મ સાઈન કરતી તે હિટ થતી

જે ફિલ્મ સાઈન કરતી તે હિટ થતી

માનવામાં આવતુ હતુ કે દિવ્યા ભારતીનું નસીબ પોતાના સાતમાં આસમાન પર હતુ એટલા માટે તે જે પણ ફિલ્મ સાઈન કરતી હતી તે જરૂર હિટ થતી હતી. સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા બાદ દિવ્યા ભારતીએ પોતાના કેરિયરના ચરમ પર જ લગ્ન કરી લીધા.

એક વર્ષમાં મોત

એક વર્ષમાં મોત

1992માં દિવ્યા ભારતીએ જાણીતા ફિલ્મકાર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર એક વર્ષની અંદર જ 5 એપ્રિલ, 1993ના રોજ પોતાના ફ્લેટની બારીમાંથી પડીને દિવ્યા ભારતીનું મોત થઈ ગયુ.

મોત નહિ હત્યા?

મોત નહિ હત્યા?

તેમના રહસ્યમય મોતે ઈન્ડસ્ટ્રીમાં ત્યારે સનસની ફેલાવી દીધી. તેમનું મોત આજે પણ એક પહેલી છે. અમુક લોકો આ મોતને હત્યા માનતા રહ્યા હતા અને આરોપ લાગ્યો હતો તેમના પતિ સાજિદ નડિયાદવાલા પર.

મૃત્યુ બાદ આ ફિલ્મો આવી

મૃત્યુ બાદ આ ફિલ્મો આવી

તેમના મોત બાદ ફિલ્મ ‘રંગ', ‘શતરંજ' અને એક તેલુગુ ફિલ્મ પ્રદર્શિત થઈ જે સુપરહિટ સાબિત થઈ.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

દિવ્યા ભારતીની પહેલી ફિલ્મ વિશ્વાત્મા હતી. તે કેરિયરની બુલંદી પર બહુ જલ્દી પહોંચી ગઈ. તે નવા નિર્દેશકો સાથે કામ કરવા તૈયાર હતી. લાડલા પણ એવી ફિલ્મોમાંથી એક હતી જે બાદમાં શ્રીદેવી સાથે બનાવવામાં આવી હતી કારણકે શ્રીદેવી અને દિવ્યા ભારતીના ફેસ મળતા આવતા હતા.

શાહરુખ ખાનનું ડેબ્યુ

શાહરુખ ખાનનું ડેબ્યુ

શાહરુખ ખાને પોતાના કેરિયરની શરૂઆત દિવ્યા ભારતી સાથે કરી હતા. તેમની સાથે વધુ એક ફિલ્મ દિલ આશના હે આવી હતી.

લગ્ન

લગ્ન

20 મે, 1992ના રોજ સાજિદ અને દિવ્યા ભારતીએ લગ્ન કરી લીધા. લગ્નના થોડા મહિના બાદ જ દિવ્યા ભારતીનું મોત થઈ ગયુ. વર્ષ 2000માં સાજિદ નડિયાદવાલાએ બીજા લગ્ન કર્યા.

મૃત્યુની ગુત્થી

મૃત્યુની ગુત્થી

શંકા વ્યક્ત કરવામાં આવી કે તેમણે છત પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હોય પરંતુ ઘણી લોકો આને આત્મહત્યાની જગ્યાએ હત્યા માને છે. ઘણા પત્રકારે પુરાવા રજુ કરવાનો પડકાર પણ આપ્યો પરંતુ 1998માં કેસ બંધ કરી દેવામાં આવ્યો.

આ પણ વાંચોઃ દરેક ગરીબને 72 હજાર આપવા માટે ક્યાંથી આવશે ફંડ? છાત્રના સવાલનો રાહુલે આપ્યો જવાબઆ પણ વાંચોઃ દરેક ગરીબને 72 હજાર આપવા માટે ક્યાંથી આવશે ફંડ? છાત્રના સવાલનો રાહુલે આપ્યો જવાબ

English summary
Divya Bharati was most success actress during her time, at just 19 she achieved name, fame everything but destiny was something else and she died at very small age.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X