For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વરૂપમને લીલી ઝંડી, બેંગલુરૂના 12 થિયેટરોમાં થશે રિલીઝ

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 28 જાન્યુઆરી : મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા તથા દિગ્દર્શક કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમની રિલીઝ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ અંગે ચુકાદો સંભળાવતા બેંગલુરૂના 12 થિયેટરોમાં તેની રિલીઝને મંજૂરી આપી દીધી છે. સાથે જ કોર્ટે કમલ હસનને સલાહ આપી છે કે તેઓ સરકાર સાથે મળી આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે આ સમગ્ર બાબત દેશની અખંડિતતા સાથે સંકળાયેલી છે અને તે અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે.

તામિળનાડુ સરકારે વિશ્વરૂપમ ફિલ્મ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો કે જેને કમલ હસને પડકાર્યો હતો. ન્યાયાધીશ વેંકટરમણે ગત શનિવારે ફિલ્મ જોઈ હતી અને મંગળવારે ચુકાદો આપવાનું ઠેરવ્યુ હતું.

આપને જણાવી દઇએ કે ગત 26મી જાન્યુઆરીએ કમલની ફિલ્મ વિશ્વરૂપ મદ્રાસ હાઈકોર્ટના જજે જોઈ હતી. ફિલ્મ જોયા બાદ તેમણે આ વાત જણાવી છે. મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મને સોમવાર સુધી પ્રતિબંધિત કરી છે, જ્યારે તામિળનાડુ સરકારે તેને 15 દિવસ માટે પ્રતિબંધિત કરી છે. ફિલ્મ ઉપર પ્રતિબંધના પગલે તામિળનાડુ, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશમાં તે રિલીઝ થઈ શકી નથી. વિવાદના કારણે ફિલ્મના સાઉથ બિઝનેસ ઉપર જોરદાર અસર પડી છે.

English summary
Madras High Court permitts to release Kamal Hassan film vishwaroopam in 12 cinema hall of Banglore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X