Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oh..."પ્રેમ રતન ધન પાયો"થી ખુશ નથી સલમાન

હાલમાં જ ખબર આવી હતી કે સલમાન ખાને પોતાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ હીરોની 30 મિનીટ એડીટ કરી નાખી. તો હવે સમાચાર મળી રહ્યાં છે કે સલમાન ખાન સુરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના શુટીંગ અને એડીટીંગ પર ધ્યાન આપી રહ્યાં છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ફિલ્મનું શુટીંગ માત્ર 15 દિવસનું જ બાકી રહ્યું છે. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શન શરૂ થઈ જઈ જશે અને સલમાને ત્યાં ઉપસ્થિત રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ કોઈ પણ સીનને સારો કે ખરાબ નથી કહી રહ્યાં પણ માત્ર કેટલાક બદલાવના સૂચન આપે છે.

જાણો પ્રેમ રતન ધન પાયોમાં શું છે ખાસ.....

સલમાન ખાન ડબલ રોલમાં

સલમાન ખાન ડબલ રોલમાં

ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં છે. બંને કેરેક્ટરનો રોલ પોઝીટીવ છે. જેમાં એકનું નામ પ્રેમ અને બીજાનું નામ વિજય છે. જો કે આ પહેલા પણ જુડવામાં આપણે સલમાનને ડબલ રોલમાં જોઈ ચૂક્યા છે.

એક્શન સીન્સ

એક્શન સીન્સ

જી હા...સુરજ બડજાત્યા કે જેમની ફિલ્મમાં એક થપ્પડ પણ જોવા નથી મળતી. ત્યાં જ "પ્રેમ રતન ધન પાયો"માં ખુબ જ એક્શન જોવા મળશે.

Foregin ટેક્નીક

Foregin ટેક્નીક

સલમાન ખાનની આ ફિલ્મમાં એક્શન સીન્સ માટે ફોરેન ટેક્નીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ફિલ્મમાં ખુબ જ ઉંચા સ્તરની એક્શન જોવા મળશે.

ફ્રેન્ચ

ફ્રેન્ચ

ફિલ્મમાં રાજકુમાર બનેલા સલમાનને એક સીનમાં ફ્રેન્ચ બોલતા પણ જોઈ શકાશે.

શીશ મહલ

શીશ મહલ

મહત્વનું તો એ છે કે આ ફિલ્મ માટે સુરજ બડજાત્યાએ શીશ મહલ તૈયાર કરાવ્યો છે. મોગલે આઝમ બાદ આ ફિલ્મમાં શીશ મહલ જોવા મળશે.

ઈમોશનલ

ઈમોશનલ

સલમાને કહ્યું છે કે ફિલ્મ સદતર ઈમોશનલ અને સંબંધો પર આધારિત છે. જેને જોઈને આપની આંખોમાં આસું આવી જશે.

કૌટુંબિક કહાની

કૌટુંબિક કહાની

સલમાને જણાવ્યું છે કે ફિલ્મની સ્ટોરી સંબંધો, ભાઈ, અને બહેનની વાત પર આધારિત છે. ફિલ્મમાં સલમાનના ભાઈના રોલમાં નીલ નિતિન મુકેશ જોવા મળશે. જ્યારે બહેનના રોલમાં સ્વરા ભાસ્કર જોવા મળશે.

ક્લાઈમેકસ

ક્લાઈમેકસ

પ્રેમ રતન ધન પાયોમાં સંબંધો, પરિવાર, ગીત, ડાંસ, રોમાન્સ, અને કુર્બાનીની વાત જોવા મળશે. પરંતુ આ ફિલ્મનું ક્લાઈમેક્સ સુરજ બડજાત્યાની અન્ય ફિલ્મોથી અલગ છે. જી હા, આ ફિલ્મનું ક્લાઈમેક્સ એક્શનથી ભરપુર હશે.

નીલ નિતિન મુકેશ

નીલ નિતિન મુકેશ

ફિલ્મના ક્લાઈમેક્સમાં સાવકા ભાઈ સલમાન અને નીલ નિતિન મુકેશ વચ્ચે લડાઈ થશે. જી હા આ વાતનો ખુલાસો ખુદ નીલ નિતિન મુકેશે કર્યો છે.

શીશ મહલ

શીશ મહલ

શીશ મહલ અંગે અમે તમને જણાવી ચૂક્યા છીએ. ક્લાઈમેક્સ ત્યાં જ શુટ થવાનો છે. શીશ મહલમાં સલમાન અને નીલ ખુબ એક્શન કરતા નજરે પડશે. ક્લાઈમેક્સ માટે એક્શન ડાયરેક્ટર Greg Powellએ બંને એક્ટર્સને તાલીમ આપી છે.

300 કરોડ

300 કરોડ

અનુપમ ખેરની માનીએ તો બજરંગી ભાઈજાને 3 દિવસમાં 100 કરોડ કમાયા, પણ પ્રેમ રતન ધન પાયો તેનાથી વધુ કલેક્શન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X