કિમ કાર્દશિયને પણ કર્યો બિગ બૉસનો ભાગ બનવાનો ઇનકાર
મુંબઈ, 3 ઑક્ટોબર : બિગ બૉસ સીઝન 6નું કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ આ શોના પ્રતિસ્પર્ધીઓનો ખુલાસો અત્યાર સુધી થયો નથી. અટકળોનો બજાર ગરમ છે. કુમાર વિશ્વાસ બાદ હવે વધુ એક સેલિબ્રિટી કિમ કાર્દશિયને પોતાના નામનું ખંડન કર્યું છે.
કિમ કાર્દશિયને ટ્વિટર પર લખ્યું છે કે તેમને લઈને જે ચર્ચા છે તે વ્યર્થ છે. તેમાં જરા પણ સચ્ચાઈ નથી. તેઓ ઇન્ડિયા નથી આવી રહ્યાં.
પોતાના બિન્દાસ્ત નિવેદનો અને બિકિની ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેનાર કિમ કાર્દશિયને સ્પષ્ટ કહ્યું છે કે તેમના નામે અફવાહો ઉડાડવામાં આવી છે. આ અગાઉ પ્રથમ સીઝનમાં પામેલા એંડરસન તેમજ સન્ની લિયોનનો પણ સમાવોશ કરાયો હતો. પામેલા માટે તો નહિં, પણ સન્નીની વિરુદ્ધ ઘણાં લોકો હતાં કારણ કે સન્ની પૉર્ન જગતની રાણી હતી.
ખેર હવે આ વખતના શો વિશે સલમાન ખાને જણાવ્યું છે કે તે પૂર્ણત્વે ફૅમિલી શો હશે, પરંતુ જ્યારથી કિમનું નામ સામે આવ્યુ હતું ત્યારથી માત્ર એક જ વાત સૌના દિલમાં હતી કે કિમ હોવા છતાં આ શો ફૅમિલી શો કઈ રીતે રહેશે?













Click it and Unblock the Notifications
