આઇફા 2017:કંગનાની મજાક ઉડાવવા જતાં ટ્રોલ થયા આ સ્ટાર્સ

Written By:
Subscribe to Oneindia News

રવિવારના રોજ આઇફા 2017 એવોર્ડ ફંક્શન યોજાયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં મુખ્ય એવોર્ડ્સ કોને મળ્યાં અને કઇ એક્ટ્રેસિસ ગ્રીન કાર્પેટ પર પોતાનો જાદુ વિખેરવામાં સફળ રહી એ અમે તમને પહેલાં જ જણાવી ચૂક્યા છીએ. હવે નજર નાંખીએ, આઇફા 2017માં થયેલ મજાક-મસ્તી અને ગોસિપ પર.

આ વખતે કરણ જોહર અને સૈફ અલી ખાને મળીને આઇફા 2017 હોસ્ટ કર્યું હતું, જેમાં આ બંન્નેએ વરુણ ધવન સાથે મળીને કંગના રાણાવતને નિશાના પર લીધી હતી. બીજા ખબર એવા છે કે, આઇફામાં કેટરિનાની ટ્વીન લોકોને ટીવી સ્ક્રિન પર જોવા મળી હતી. આ બંન્ને કિસ્સાની વિગતો મેળવો અહીં...

બોલિવૂડમાં નેપોટિઝમ

બોલિવૂડમાં નેપોટિઝમ

તમને યાદ જ હશે, કોફી વિથ કરણની લેટેસ્ટ સિઝનમાં કંગના અને સૈફ સાથે આવ્યા હતા. ત્યાર બાદ બોલિવૂડમાં નેપોટિઝમ(સગાવાદ)ને લઇને કંગના અને કરણ વચ્ચે લાંબુ વાકયુદ્ધ જામ્યુ હતું. કંગનાનું કહેવું છે કે, બોલિવૂડમાં નેપોટિઝમ બહુ છે. જેની ઓળખાણ હોય એને જ વધુ સારી ફિલ્મો મળે છે. લોકો પોતાના સગા અને ઓળખીતાને પ્રાધાન્ય આપે છે, ટેલેન્ટને નહીં. કંગનાની આ જ વાતને યાદ રાખતાં વરુણ, સૈફ અને કરણે સ્ટેજ પર તેની મજાક ઉડાવી હતી.

નિશાના પર કંગના

નિશાના પર કંગના

વરુણને જ્યારે આઇફા 2017માં બેસ્ટ એક્ટર ઇન અ કોમેડી રોલનો એવોર્ડ આપવામાં આવ્યો, તો સૈફે એને કહ્યું કે, તુમ અહીં તારા પપ્પા(ડેવિડ ધવન)ને કારણે છે. સામે વરુણે સૈફને જવાબ આપ્યો કે, અને તમે અહીં તમારા મમ્મી(શર્મિલા ટાગોર)ને કારણે છો. ત્યાર બાદ કરણ જોહરે વચ્ચે કૂદતાં કહ્યું કે, હું અહીં મારા પપ્પા(યશ જોહર)ને લીધે છું.

બોલે ચુડિયાં, બોલે કંગના...

બોલે ચુડિયાં, બોલે કંગના...

ત્યાર બાદ ત્રણેય સાથે બોલ્યા, Nepotism Rocks! વરુણે આગળ કરણને કહ્યું કે, તમારી ફિલ્મમાં એક ગીત હતું ને, 'બોલે ચુડિયાં, બોલે કંગના....' સામે કરણે પણ તરત જ કહ્યું, કંગના ના જ બોલે તો સારું છે, કંગના બહુ બોલે છે.

કંગનાને મળ્યો સપોર્ટ

કંગનાને મળ્યો સપોર્ટ

જો કે, વરુણ, કરણ અને સૈફની આ મજાક તેમને જ ભારે પડી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કંગનાના સપોર્ટમાં ઊભા થયા છે અને આ રીતે ઇન્ટરનેશનલ સ્ટેજ પર કંગનાની મજાક ઉડાવવા બદલ ત્રણેયની આલોચના કરી રહ્યાં છે. ખાસ કરીને, કરણ જોહર લોકોના નિશાના પર છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિનાની વાત કરીએ તો, આ વર્ષનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવા માટે કેટરિના કૈફને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. આ એવોર્ડ ફિલ્મ ઉડતા પંજાબ માટે શાહિદ કપૂરને આપવામાં આવ્યો હતો. આ જ સમયે ટીવી સ્ક્રિન પર સ્ટેજ ઉપર અને નીચે ઓડિયન્સમાં એમ બંન્ને જગ્યાએ કેટરિના એક સાથે જોવા મળી હતી.

ડબલ કેટરિના

ડબલ કેટરિના

જી હા, આવું એડિટિંગની ભૂલને કારણે થયું હતું. એક બાજુ કેટરિના કૈફ સ્ટેજ પર બેસ્ટ એક્ટર એવોર્ડના એનાઉન્સમેન્ટ સમયે સ્ટેજ પર હાથમાં એવોર્ડ લઇ ઉભેલી જોવા મળી હતી અને ત્યાર બાદ શાહિદ કપૂર બતાવવામાં આવ્યો, ત્યારે એની બાજુમાં પણ કેટરિના જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ એડિટિંગને આ ભૂલને હાઇલાઇટ કરી ખૂબ મજા લીધી હતી.

English summary
IIFA 2017: Karan Johar, Saif Ali Khan and Verun Dhawan took a dig at Kangana Ranut's nepotism comment at the award ceremony.
Please Wait while comments are loading...