આઇફા 2017: ફેશન અને સ્ટાયલમાં કોણ છવાયું, કોણ પછડાયું?

Written By:
Subscribe to Oneindia News

આઇફા 2017નું વિનર્સ લિસ્ટ તો તમે જાણી જ લીધું હશે. આઇફા એવોર્ડ્સ બોલિવૂડના સૌથી પ્રેસ્ટિજિયસ એવોર્ડ ગણાય છે અને આથી જ આ એવોર્ડ ફંક્શનમાં હિરોઇન્સ બેસ્ટ આઉટફિટ્સમાં જોવા મળે છે. ક્યારેક તેમની સ્ટાયલ અને આઉટફિટના ખૂબ વખાણ થાય છે, તો ક્યારેક આલોચના પણ થાય છે. સ્ટાયલ અને ગ્લેમરથી ભરપૂર આઇફા 2017 ઇવેન્ટમાં લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસિસના લૂક્સ કેવા હતા, જાણો અહીં...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

એક્ટિંગ, ડાન્સિંગ, ડ્રેસિંગ, ત્રણેયમાં આલિયા ભટ્ટનો જવાબ નથી. આઇફા 2017નો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ જીતનાર આલિયાના આ ઇવેન્ટના બંન્ને લૂક્સ શાનદાર હતા. ફાઇનલ એવોર્ડ નાઇટ્સમાં આલિયા ઝુહેર મુરાદના પ્રિન્સેસ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી અને તે એકદમ પરફેક્ટ લાગી રહી હતી. આ પહેલાં આલિયા મનિષ મલ્હોત્રાના પીચ લહેંગામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ ક્યૂટ લાગી રહી હતી. આલિયાના બીજા દિવસના આ બંન્ને લૂક્સ બિલકુલ પરફેક્ટ હતા.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

બોલિવૂડની દિવા મનાતી કેટરિનાએ બીજા દિવસના એક લૂકમાં લોકોને નિરાશ કર્યા તો બીજા લૂકમાં લોકોનું મન ફરી જીતી લીધું. બીજા દિવસે પહેલાં તો તે અબુ જાની અને સંદીપ ખોસલાના આ સારી ડ્રેસમાં જોવા મળી હતી, જે આ ઇવેન્ટ અને કેટરિના બંન્ને માટે મિસફિટ હતો. કેટરિનાના આ ફર્સ્ટ લૂકની લગભગ દરેક જગ્યાએ આલોચના થઇ. જો કે, ત્યાર બાદ ફાઇનલ ઇવેન્ટમાં કેટ સિલ્વર અને વાદળી કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

આઇફા 2017માં વુમન ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર તાપસીનો ફાઇનલ આઉટફિટ જરા હટકે, પરંતુ તેની પર્સનાલિટીને પરફેક્ટ સૂટ કરે એવો હતો. સ્ટિવન ખલિલના આ ડ્રેસમાં તે ખૂબ હોટ લાગી રહી હતી. એ પહેલાં તે રેડ અને ગોલ્ડ ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે ચાંદલો કરી ફ્યૂઝન લૂક ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તાપસીના આ લૂક કોઇને ખાસ પસંદ નહોતો પડ્યો.

ક્રિતિ સેનન

ક્રિતિ સેનન

આઇફામાં પહેલા દિવસે ક્રિતિ સેનન મારકુમ ગાર્નરના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. ક્રિતિ આ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેના લૂકને તમામ ફેશન ક્રિટિક્સે ખૂબ વખાણ્યો હતો.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા ભલે ફિલ્મોમાંથી ગાયબ છે, પરંતુ તેની સુંદરતાથી કોઇ અજાણ નથી. આઇફામાં તે સુંદર પીચ એમ્બ્રોઇડરી ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે સુંદર કન્ટેમ્પરરિ ડિઝાઇન જ્વેલરી મેચ કરી હતી. આ ઇવેન્ટમાં દિયા ખરેખર બોલિવૂડની સ્ટાયલિશ ક્વીન લાગી રહી હતી.

હુમા ખુરેશી

હુમા ખુરેશી

એવોર્ડ ફંક્શનના બીજા દિવસે પોતાા સ્ટાયલ સ્ટેટમેન્ટથી સૌને આશ્ચર્યમાં મુકનાર એક્ટ્રિસિમાંની એક હતી હુમા ખુરેશી. હુમા પ્રબલ ગુરૂંગના સ્ટ્રેપલેસ બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી. હુમા આ પહેલાં ભાગ્યે જ તેના લૂક્સને કારણે ચર્ચામાં આવી હશે.

English summary
IIFA 2017: Best and worst looks of Bollywood Actresses.
Please Wait while comments are loading...