જયા-માધુરીની લચ્છૂ મહારાજ પુરસ્કાર માટે પસંદગી

મુંબઈ, 23 ઑગસ્ટ : રાજ્યસભાના સાંસદ તથા ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચન અને અભિનેત્રી માધુરી દીક્ષિતને પ્રતિષ્ઠિત લચ્છૂ મહારાજ પુરસ્કાર વડે સન્માનવામાં આવશે. આયોજક શકુંતલા નીરૂજ સંસ્થાને આ જાહેરાત કરી છે.

jaya-madhuri

સંસ્થાના નિયામક કુમકુમ આદર્શે જણાવ્યું કે જયા બચ્ચનને 2012 તથા માધુરીને 2013 માટે આ સન્માન આપવામાં આવશે. આ ઍવૉર્ડ કથક સમ્રાટ લચ્છૂ મહારાજની યાદમાં આપવામાં આવે છે કે જેમનું નિદન 1978માં થયુ હતું. અગાઉ આ પુરસ્કાર વડે આશા પારેખ, કુમકુમ, શ્રીદેવી, જયા પ્રદા તથા રેખા સન્માનિત થઈ ચુક્યાં છે. લખનઉના કથક ઘરાનાનું પ્રતિનિધિત્વ કરતાં અને લચ્છૂ મહારાજના ભત્રીજા બિરજૂ મહારાજ પણ આ ઍવૉર્ડ પામી ચુક્યાં છે.

લચ્છૂ મહારાજે 1972માં એક નજર ફિલ્મમાં જયા બચ્ચનના ગીતનું નૃત્ય દિગ્દર્શન કર્યુ હતું. અગાઉ આ પુરસ્કાર તેમની જન્મ જયંતીએ 1લી સપ્ટેમ્બરના રોજ અપાતુ હતું. અધિકારીઓએ જણાવ્યું કે જયા બચ્ચન અને માધુરી દીક્ષિત 1લી સપ્ટેમ્બરે ઉપલબ્ધ નથી. તેથી આ વખતે પુરસ્કાર વિતરણ સમારંભની તારીખ હજી નક્કી નથી થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X