નાયક બનતા પહેલાં ખલનાયક બન્યાં સૂરજ
મુંબઈ, 11 જૂન : સૂરજ પંચોલીને ગઈ કાલ સુધી કોઈ જાણતુ નહોતું, પણ આજે દેશનો દરેક નાગરિક સૂરજ પંચોલીને જાણી ગયો છે. કારણ છે જિયા ખાન કે જેમણે કદાચ સૂરજ પંચોલના કારણે જ આત્મહત્યા કરી લીધી. જિયાના કથિત પ્રેમી તરીકે ઓળખ સ્થાપનાર સૂરજ પંચોલીની મુંબઈ પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી અને તેમને આજે કોર્ટમાં રજૂ કરાશે.

પોલીસે સૂરજ સામે કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે સૂરજ પંચોલી બૉલીવુડમાં ચમકવાના સપના જોતા હતાં. સૂરજને સલમાન ખાન પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી સાથે લૉન્ચ કરવાના હતાં. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ હીરોની રીમેક હોત, પણ રીલ લાઇફમાં નાયક બનતા પહેલાં જ સૂરજ પંચોલી રીયલ લાઇફમાં ખલનાયક બની ગયાં. આમ સૂરજનું બૉલીવુડ કૅરિયર શરૂ થતા પહેલાં જ વિવાદમાં સપડાઈ ગયું છે.
જિયાના મોત બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ સામે જિયા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે મરતા અગાઉ જિયાએ સૂરજ સાથે જ વાત કરી હતી. જિયાની સુસાઇડ નોટમાં પણ એક વ્યક્તિનો ઉલ્લેખ છે કે જેણે જિયાને પ્રેમમાં દગો આપ્યો હતો. જોકે જિયાના લેટરમાં સૂરજનું નામ નથી, પણ છતાં શંકા સૂરજ પંચોલી ઉપર જ જાય છે.












Click it and Unblock the Notifications
