કાજોલ-અજયના ઘરે પાંચ લાખની જ્વૅલરીની ચોરી
મુંબઈ, 25 ઑક્ટોબર : એક બાજુ ગત 22મી ઑક્ટોબરે સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ કરવા ચોથની ઉજવણીમાં વ્યસ્ત હતાં, તો બીજી બાજુ તે જ દિવસે અજય-કાજોલના ઘરે ચોરી થઈ ગઈ. તેમના ઘરેથી પાંચ લાખના સોનાના પાટલા ચોરી થઈ ગયાં. ચોરી અંગેની જાણ ત્યારે થઈ કે જ્યારે કરવા ચોથની પૂજા માટે કાજોલ તૈયાર થતા હતાં અને તેમને પહેરવા માટે સોનાના પાટલા મળ્યા નહીં.
કાજોલે જોયું કે તેમના વૉર્ડરોબમાં તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત છે, સામાન વિખેરાયેલુ છે, જ્વૅલરી બૉક્સ ખુલ્લુ છે કે જેમાંથી ચૂડીઓ અને પાટલા ગાયબ છે. તેમાં તેમના સોનાના પાટલા પણ હતા કે જેની કિંમત પાંચ લાખ કહેવાય છે. કાજોલ-અજયે જુહૂ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવી દીધી છે. પોલીસ કાજોલના ઘરે કામ કરનારાઓની પૂછપરછ પણ કરી રહી છે. સરવાળે કાજોલના ઘરમાંથી 17 પાટલાની ચોરી થઈ છે.જોકે અજય દેવગણ અને કાજોલ પહેલી વખત ચોરીના બનાવનો ભોગ નથી બન્યાં. અગાઉ 2008માં પણ તેમના ઘરે ચોરી થઈ હતી અને તેમાં નોકરનો જ હાથ હતો કે જેની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરેથી પણ ચોરી થઈ હતી. ચોરાયેલ સામાનમાં મ્યુઝિક સિસ્ટમ તથા આઈપૅડનો સમાવેશ થતો હતો.













Click it and Unblock the Notifications
