DJવાલે બાબૂ ફેમ એક્ટ્રેસ, લવ અફેર અને Hot Photos માટે ફેમસ

Written By:
Subscribe to Oneindia News

રેપર બાદશાહ નું સોન્ગ ડીજે વાલે બાબૂમાં જોવા મળેલ નતાશા સ્ટાનકોવિક થોડા સમય પહેલાં ખૂબ ચર્ચામાં હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના હોલિડે પિક્ચર્સ ફેન સાથે શેર કર્યા હતા. કોઇ પણ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર બિકિની માં હોટ ફોટોઝ પોસ્ટ કરે અને તે ચર્ચામાં ન આવે એવું તો બનતું જ નથી. નતાશાની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

સૌથી સરળ રસ્તો સોશિયલ મીડિયા

સૌથી સરળ રસ્તો સોશિયલ મીડિયા

પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા તથા લઇમલાઇટમાં રહેવો માટેનો સૌથી સરળ રસ્તો છે સોશિયલ મીડિયા. દરેક એક્ટ્રેસ પોતાના ઓફઇશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર બોલ્ડ અંદાજમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે. નતાશાએ પણ આ રીત અપનાવી લીધી છે.

બોયફ્રેન્ડ સાથે હોલિડે

બોયફ્રેન્ડ સાથે હોલિડે

નતાશાએ થોડા સમય પહેલાં પોતાના કેટલાક સુંદર અને હોટ હોલિડે પિક્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં હતા. તે ક્યારેક પૂલમાં તો ક્યારેક બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી. કહેવાય છે કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે હોલિડે પર ગઇ હતી.

ડીજેવાલે બાબૂ

ડીજેવાલે બાબૂ

સુંદર નતાશા બાદશાહના સોન્ગ ડીજે વાલે બાબૂમાં જોવા મળી હતી, તે વખતે તે ખૂબ ચર્ચામાં આવી હતી. એ પછી પણ તે અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. તેણે નાના પરંતુ નોંધપાત્ર કામો થકી પોતાની ઓળખ ઊભી કરી છે.

તમ્મા-તમ્મા પર કર્યો ડાન્સ

તમ્મા-તમ્મા પર કર્યો ડાન્સ

નતાશાએ વરુણ-આલિયાના સોન્ગ તમ્મા-તમ્મા પર પોલ ડાન્સ કર્યો હતો. તેણે આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે ફેન્સને ખૂબ પસંદ પડ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર પોતાના હોટ ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

ફિલ્મોમાં પણ દેખાઇ છે નતાશા

ફિલ્મોમાં પણ દેખાઇ છે નતાશા

નતાશા 7 અવર્સ ટુ ગો, સત્યાગ્રહ, એક્શન જેક્સન, હોલિડે જેવી ફિલ્મોમાં દેખા દઇ ચૂકી છે. આ ફિલ્મોમાં તેનો કોઇ લીડ રોલ કે મહત્વપૂર્ણ રોલ તો નહોતો, આમ છતાં તે લોકોનું ધ્યાન ખેંચવામાં કેટલેક અંશે સફળ રહી હતી. સત્યાગ્રહમાં તેનો એક ડાન્સ નંબર હતો.

બિગ બોસમાં પણ હતી નતાશા

બિગ બોસમાં પણ હતી નતાશા

ઘણાને યાદ હશે કે, નતાશા બહુચર્ચિત રિયાલિટી શો બિગ બોસમાં પણ પાર્ટિસિપેટ કરી ચૂકી છે. તે બિગ બોસની 8મી સિઝનમાં જોવા મળી હતી. બિગ બોસની આ એક્સ કન્ટેસ્ટન્ટને તેના પિક્સ પર હજારો લાઇક્સ અને શેર મળે છે.

કોને કરી રહી છે ડેટ?

કોને કરી રહી છે ડેટ?

સ્ટાર પ્લસની સિરિયલ યે હે મોહબ્બતેંનો હીરો રોમી તો તમને ખબર જ હશે. થોડા સમય પહેલાં આ બંન્ને વચ્ચેના અફેરની અફવાએ ખૂબ જોર પકડ્યું હતું. જો કે, ત્યાર બાદ બંન્નેનું બ્રેક અપ થઇ ગયું હોવાની ખબર પણ આવી હતી. તેઓ હજુ પણ સારા મિત્રો છે.

મોડેલિંગ અને ફોટોગ્રાફી શીખી છે

મોડેલિંગ અને ફોટોગ્રાફી શીખી છે

દરેક અભિનેત્રીની માફક નતાશા પણ મોડેલિંગમાં નસીબ અજમાવી ચૂકી છે અને નામના પણ મેળવી ચૂકી છે. એટલું જ નહીં, તે પ્રોફેશનલ ફોટોગ્રાફી પણ જાણે છે. 2001માં તેણે રોમાનિયામાં આર્ટ્સ એન્ડ ફોટોગ્રાફીમાં ગ્રેજ્યૂએશન કર્યું હતું.

નતાશા સ્ટાનકોવિક

નતાશા સ્ટાનકોવિક

નતાશા મૂળ સર્બિયાની છે. તેનો જન્મ 4 માર્ચ. 1977ના રોજ નોવિ સૈડ, સર્બિયામાં થયો હતો. 17 વર્ષની ઉંમર સુધી તેણે બેલે ડાન્સ પણ શીખ્યો છે. ત્યાર બાદ તેણે મોડેલિંગમાં ઝંપલાવ્યું હતું.

એડ ફિલ્મો

એડ ફિલ્મો

વર્ષ 2012માં તે મુંબઇ આવી હતી. ત્યાર બાદ તેણે એડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે જોનસન એન્ડ જોનસન, ડ્યુરેક્સ જેવા વિભિન્ના ઉત્પાદનોની એડ ફિલ્મમાં કામ કર્યું છે. જો કે, હાલ તે પોતાની હિંદી સુધારવાના કામમાં લાગી છે.

અહીં વાંચો

અહીં વાંચો

#Bold: આ એક્ટ્રેસે માત્ર મોજાં પહેરી કરાવ્યું ફોટોશૂટ

મોડેલિંગની દુનિયામાં બ્રૂના અબ્દુલ્લા મોટું નામ છે, પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેણે કપડાના નામે માત્ર મોજાં પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.

English summary
model Natasa Stankovic shared bold pictures on Instagram.
Please Wait while comments are loading...