અનેક સારી ફિલ્મો લઈને આવશે 2014નું વર્ષ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 27 ડિસેમ્બર : વર્ષ 2013 હવે જઈ રહ્યું છે અને નવા વર્ષ 2014ના સ્વાગત માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનોરંજન જગતની વાત કરીએ, તો 2013માં ડોઢ સો કરતા વધુ ફિલ્મો આવી અને તેમાંથી ઘણી ફિલ્મોએ ધૂમ મચાવી, તો અનેક ફિલ્મોએ નોંધનીય પ્રદર્શન કર્યું.

વર્ષ 2013 તો જઈ રહ્યું છે અને હવે લોકો નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યાં છે. તેવામાં બૉલીવુડમાં પણ નવા વર્ષના સ્વાગત માટેનો થનગનાટ છે. અહીં વાત બૉલીવુડ હસ્તીઓની નહીં, પણ બૉલીવુડ ફિલ્મોની થઈ રહી છે. 2013માં રામલીલા, ધૂમ 3, યે જવાની હૈ દીવાની, ભાગ મિલ્ખા ભાગ, ચેન્નઈ એક્સપ્રેસ અને ક્રિશ 3 જેવી ફિલ્મો આપનાર બૉલીવુડ વર્ષ 2014માં પણ ઘણી બધી સારી ફિલ્મો લઈને આવી રહ્યું છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ કે વર્ષ 2014માં દર્શકોને કઈ ફિલ્મોનો રહેશે ઇંતેજાર :

બેવકૂફિયાં

બેવકૂફિયાં

સોનમ કપૂર, આયુષ્માન ખુરાના અને ઋષિ કપૂરની ફિલ્મ બેવકૂફિયાં.

ડેઢ ઇશ્કિયા

ડેઢ ઇશ્કિયા

નસીરુદ્દીન શાહ, માધુરી દીક્ષિત, અરશદ વારસી અને હુમા કુરૈશીની ડેઢ ઇશ્કિયા ફિલ્મ ઇશ્કિયાની સિક્વલ છે.

ગુલાબ ગૅંગ

ગુલાબ ગૅંગ

માધુરી દીક્ષિતની ફિલ્મ ગુલાબ ગૅંગ. તેમાં જુહી ચાવલા પણ છે. ફિલ્મ ગુલાબી ગૅંગ અને સમ્પત પાલ પર આધારિત બતાવાય છે.

ગુન્ડે

ગુન્ડે

રણવીર સિંહ, અર્જુન કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ ગુન્ડે પણ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં છે.

હસી તો ફસી

હસી તો ફસી

પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ હસી તો ફસીનો પણ લોકો ઇંતેજાર કરશે.

હાઈવે

હાઈવે

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે સફળ શરૂઆત કરનાર આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવેનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરશે. ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી અને રણદીપ હુડા પણ છે.

જય હો

જય હો

વર્ષ 2014ની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ કોઈ હોય, તો કદાચ જય હો જ હશે. વર્ષ 2013માં સલમાનની ફિલ્મ માટે તલસી ગયેલા તેમના ફૅન્સ જય હો માટે ખૂબ જ ઉત્સુક છે.

મિસ લવલી

મિસ લવલી

નવાઝુદ્દીન સિદ્દીકી અને નિહારિકા સિંહ અભિનીત મિસ લવલી ફિલ્મ વિદેશોમાં ધૂમ મચાવી ચુકી છે અને સેંસર બોર્ડની મંજૂર મળતા આ વર્ષે તે ભારતમાં પણ રિલીઝ થવાની છે.

ક્વીન

ક્વીન

વર્ષ 2013માં ક્રિશ 3 અને પછી રજ્જો ફિલ્મ આપનાર કંગના રાણાવતની ક્વીનનો લોકોને ઇંતેજાર રહેશે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ

વર્ષ 2013માં ઘનચક્કર જેવી ફિલ્મ કરી ફ્લૉપ હીરોઇન બનનાર વિદ્યા બાલન આ વર્ષે પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ લઈને આવી રહ્યાં છે કે જેમાં તેમના હીરો ફરહાન અખ્તર છે.

English summary
Here are the list of most avaited movies of 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.