For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરની ભૂમિકા મારા માટે ખૂબ જ ખાસ : સલીમ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 જૂન : નવોદિત અભિનેતા સલીમ દીવાન અંકુર અરોરા મર્ડર કેસ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેમણે ફિલ્મમાં એક ડૉક્ટરની ભૂમિકા ભજવી છે. સલીમ જયપુરના વતની છે અને ડૉક્ટર પરિવાર સાથે સંબંધધરાવે છે. તેઓ ખાની નશામુક્તિ કેન્દ્ર પણ ચલાવે છે.

salimdiwan-aamc

સલીમ કહે છે - એએએમસીમાં હું ડૉક્ટરની ભૂમિકામાં છું. મારૂં બાળપણ સ્ટેથોસ્કૉપ સાથે રમતા પસાર થયું છે અને કોઈ પણ ફિલ્મમાં ડૉક્ટરની ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ ખાસ છે. સુહૈલ ટટારી દિગ્દર્શિત અંકુર અરોરા મર્ડર કેસ તબીબોની બેદરકારીના કારણે એક બાળકના મોતની વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા વિક્રમ ભટ્ટ છે, તો કલાકારોમાં ટિસ્કા ચોપરા તથા કે. કે. મેનનનો સમાવેશ થાય છે. મેનન ફિલ્મમાં ડૉક્ટર અસ્થાનાની ભૂમિકામાં છે.

સલીમ દીવાને જણાવ્યું - કે. કે. મેનન સાથે કામ કરવાનો અનુભવ બહુ રસપ્રદ રહ્યો. તેઓ ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે અને તેમની સાથે કામ કરવા દરમિયાન મને ઘણું શીખવા મળ્યું. અમે ફિલ્મમાં ઘણી મહેનત કરી છે અને ફિલ્મ પાસેથી અમને ઘણી આશાઓ છે.

સ્ટાર બનવાના પના સાથે મુંબઈ આવનાર સલીમ દીવાન શરુઆતમાં જીવન-નિર્વાહ માટે દવાઓનો વ્યવસાય કરતા હતાં. તેઓ કહે છે કે પ્રથમ ફિલ્મમાં તક મેળવવા માટે તેમને પણ બીજાઓની જેમ ઘણી મહેનત કરવી પડી.

English summary
Salim Diwan hails from a doctor's family in Jaipur and runs alcohol de-addiction centres, so playing a doctor in his debut film "Ankur Arora Murder Case" has been special for the newcomer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X