સાયરસની કામોત્તેજક પ્રસ્તુતિનો બચાવ કરતાં પૂજા

મુંબઈ, 30 ઑગસ્ટ : તાજેતરમાં એક સંગીત પુરસ્કાર સમારંભમાં ગાયક રૉબિન ટિકે સાથે આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર માઇલી સાયરસની પ્રસ્તુતિ અંગે થતી ટીકાઓ બાદ બૉલીવુડ અભિનેત્રી-દિગ્દર્શક પૂજા ભટ્ટ તેમના ટેકામાં આગળ આવ્યાં છે.

માઇલી સાયરસે એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ દરમિયાન ટિકેના ગીત બ્લર્ડ લાઇન ઉપર પ્રસ્તુતિ આપી હતી અને ગાયક સાથે તેઓ છેડખાની કરતાં દેખાયા હતાં. 41 વર્ષીય પૂજાએ સાયરસના પક્ષે બોલવા માટે ટ્વિટરને માધ્યમ બનાવ્યું. તેમણે ટ્વીટ કર્યું - કારણ કે તેણે આગળ-પાછળ ઠુમકા લગાવ્યાં, તેની જીભ બહાર અટકી ગઈ, તો દુનિયા તેનાથી નારાજ છે. આપણે એ તથ્યને નજરઅંદાજ ન કરી શકીએ કે છોકરી ગાઈ શકે છે અને આપણે ખડકોને રોકી ન શકીએ.

નોંધનીય છે કે એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ સમારંભ બ્રુકલિન ખાતે આવેલ બર્કલેઝ સેંટરમાં ગત 25મી ઑગસ્ટે યોજાયુ હતું. આ કાર્યક્રમ દરમિયાન સાયરસ દ્વારા ટિકે સાથે અપાયેલ કામોત્તેજક પ્રસ્તુતિના પગલે તેઓ ચર્ચામાં આવ્યા હતાં અને તેમની ટીકાઓ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X