પ્રભુ દેવા તો વિજળીની જેમ નાચે છે : શાહરુખ

મુંબઈ, 28 નવેમ્બર : બૉલીવુડના મિસ્ટર બાદશાહ એટલે કે શાહરુખ ખાન આજકાલ પોતાના મિત્ર ફરાહ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત છે. ફિલ્મમાં ફરી એક વાર શાહરુખ-દીપિકાની જોડી નજરે પડવાની છે. ફિલ્મ અંગે વાત કરતાં શાહરુખે ડાન્સ કિંગ પ્રભુ દેવાના ભારે વખાણ કર્યાં. ફિલ્મના એક ગીતમાં પ્રભુ દેવાએ શાનદાર ડાન્સ કર્યો છે.

હૅપ્પી ન્યુ ઈયરમાં પ્રભુ દેવાના ડાન્સના વખાણ કરતાં કિંગ ખાને ટ્વિટર પર લખ્યુ છે - પ્રભુ દેવા સરને નૃત્ય કરતા જોવા બહુ મજાનું છે. હૅપ્પી ન્યુ ઈયરને જગમગાવવા માટે આપનો આભાર. આપ તો વિજળીની જેમ ડાન્સ કરો છો. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ઉપરાંત અભિષેક બચ્ચન તેમજ બોમન ઈરાની પણ છે. કિંગ ખાને એલાન કર્યું છે કે તેઓ હૅપ્પી ન્યુ ઈયર બાદ એક લાંબુ બ્રેક લેશે અને પરિવાર સાથે રજાઓ પસાર કરશે.

શાહરુખે જણાવ્યું કે તેમની પાસે મનીષ શર્મા, રાહુલ ધોળકિયા, અનુરાગ કશ્યપ, આર બાલ્કી જેવા અનેક નિર્માતા-દિગ્દર્શકોની ઑફર્સ છે, પરંતુ હાલ તેમણે કોઈને પણ હા કહી નથી. જ્યારે પણ હા કહેશે, જણાવશે. હાલ તો શાહરુખ ખાન ફરાહની ફિલ્મ બાદ થોડોક આરામ કરવા માંગે છે. શાહરુખ-ફરાહે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી હિટ ફિલ્મો આપી છે. આ તેમની ત્રીજી ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X