Box Office: ટોપ 10 ફિલ્મોમાં સામેલ થઇ પ્રેમ રતન ધન પાયો
બીજા વીકેન્ડના પૂરા થતા થતા પ્રેમ રતન ધન પાયાએ કરી છે 193.22 કરોડનું કલેક્શન. તે વાતમાં કોઇ શક નથી કે ફિલ્મ 200 કરોડની કલ્બમાં જલ્દી જ સામેલ થઇ જશે. પણ આ સાથે આ ફિલ્મે એક નવો ઇતિહાસ પણ રચ્યો છે. જી હાં, સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોના ટોપ 10 લિસ્ટમાં જોડાઇ ગઇ છે. એટલું જ નહીં પણ વર્લ્ડ વાઇડ કલેક્શનમાં પણ ટોપ 10ના લિસ્ટમાં રહી છે.
ખાસ વાત તો તે છે કે આ લિસ્ટમાં આવવાથી સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગર અને રિતિક રોશનની ફિલ્મ બેંગ બેંગ પણ પાછળ રહી ગઇ છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મે વર્લ્ડ વાઇડ 367 કરોડનું કલેક્શન કર્યું છે. ત્યારે આ લિસ્ટમાં કંઇ કંઇ ફિલ્મો છે ટોપમાં અને બોક્સ ઓફિસમાં તે કેટલી કમાણી કરી ચૂક્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પીકે
પીકે આમીર ખાનની તે ફિલ્મ છે જેણે બોલીવૂડમાં સૌથી વધુ કમાણી કરી છે ફિલ્મની કુલ કમાણી છે 792 કરોડ રૂપિયા છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાની કર્યું હતું.

બજરંગી ભાઇજાન
કબીર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બજરંગી ભાઇજાને 626 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન અને કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ધૂમ 3
આમીર ખાનની ફિલ્મ ધૂમ 3એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે 542 કરોડનું કલેક્શન કર્યું હતું.

ચેન્નઇ એક્સપ્રેસ
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસે 422 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.

3 ઇડિયટ્સ
આમીર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ પણ આ લિસ્ટમાં શામેલ છે. આ ફિલ્મે 395 કરોડનું કલેક્શન કર્યું હતું.

હેપ્પી ન્યૂ યર
આ લિસ્ટમાં શાહરૂખ ખાનની આ ફિલ્મ બીજા નંબરે છે. ફરાહ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે 383 કરોડનું બિઝનેસ કર્યું છે.

કિક
આ લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ કિકનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મે 377 કરોડનું ધમાકેદાર

કિષ 3
ત્રતિકની ફિલ્મ કિષ 3એ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મે કુલ 374 કરોડનું કલેક્શન કર્યું હતું.

પ્રેમ રતન ધન પાયો
સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ 367 કરોડની કમાણી કરીને એક થા ટાઇગર અને બેંગ બેંગ જેવી ફિલ્મોને પાછળ પાડી દીધી છે.

બેંગ બેંગ
રિતિક રોશન અને કેટરીના કૈફની ફિલ્મ બેંગ બેંગ 340 કરોડની કમાણી કરીને આ લિસ્ટમાં 10માં નંબરનું સ્થાન મેળવ્યું છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
