FACT: પ્રેમ રતન ધન પાયો ફિલ્મના આ 14 તથ્યો તમને ચોંકાવી મુકશે!
સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની તમામ દર્શકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે આ ફિલ્મની કેટલીક તેવી અજાણ્યા તથ્યો લાવ્યા છે જે વિષે જાણીને તમે ચોંકી જશો. આ ફિલ્મના નિર્માણ કાર્ય વખતે કેવી કેવી વસ્તુઓ બની હતી તેની રસપ્રદ અને રોચક માહિતી જાણવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર.
નોંધનીય છે કે સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલા આ ફિલ્મમાં સલમાન ખાન લાંબા સમય બાદ પ્રેમ તરીકે રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. વળી આ ફિલ્મમાં તેમનો ડબલ રોલ પણ છે. સાથે જ સોનમ કપૂર પણ પહેલી વાર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
ત્યારે આ ફિલ્મ માટે કેમ 1200 કિલો મીઠાઇ બનાવામાં આવી હતી. આ ફિલ્મ માટે સલમાન ખાને કેટલી ફી લીધી, બિહાઇન્ડ ધ સીન કેવી કેવી વાતો બની તેવા રસપ્રદ વાતો ખાસ તમારા માટે અમે આજે લઇને આવ્યા છીએ ત્યારે પ્રેમ રતન ધન પાયો ફિલ્મના આ 14 ચોંકવનારા તથ્યો વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...

સૌથી મોટો સેટ
ફિલ્મ પ્રેમ રતન ધન પાયો માટે રોયલ પેલેસમાં સેટ લગાવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે.

10 હજાર વર્ગ ફીટ
પ્રેમ રતન ધન પાયો ફિલ્મ માટે ડાયરેક્ટર સૂરજ બડજાત્યાએ 10 હજાર વર્ગ ફીટમાં સેટ લગાવ્યો હતો. વળી પૂરા શૂંટિંગ દરમિયાન સલમાન ખાન અહીં જ રહ્યા હતા.

500 લોકોનું ક્રૂ
આ સેટને બનાવા માટે 500 લોકોના ક્રૂ મહેનત કરી અને લગભગ 1000 દિવસના રિસર્ચ બાદ આ ફિલ્મને શરૂ કરવામાં આવી.

5000 લોકોની ભીડ
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર લગભગ 5000 હજાર લોકોની ભીડ હતી. જેના સાચવવી ખૂબ જ મુશ્કેલ હતી.

1500 ડાન્સર
આ ફિલ્મના એક ગીતના શૂટિંગ માટે લગભગ 1500 જેટલા બ્રેકગ્રાઉન્ડ ડાન્સરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તેમને દેખાડવામાં આવ્યા હતા.

1200 કિલો મીઠાઇ
વળી આ ફિલ્મના એક ગીત માટે કરીને ડાયરેક્ટર સૂરજ બડજાત્યાએ લગભગ 1200 કિલો મિઠાઇ અને નમકીન માંગવ્યા હતા. અને ગીતના શૂંટિંગમાં તેને બતાવ્યા પણ હતા.

20 હજાર લાઇટ્સ
શૂંટિંગ દરમિયાન લાગેલા સેટ પર 20 હજાર લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી આ તમામ લાઇટને સંભાળવા અને તેની સાથે કામ કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

50 લોકોની કાસ્ટ
સૂરજ બડજાત્યાની ફિલ્મો તેમની મોટી ફિલ્મ કાસ્ટ માટે જાણીતી છે. અને એ જ રીતે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં પણ 50 એક્ટર્સની કાસ્ટ હતી.

5000 કિલો ફૂલ
આ ફિલ્મના ગીત અને કેટલાક સીનના શૂટ માટે લગભગ 5000 કિલો ફૂલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

200 દિન શૂટિંગ
આ ફિલ્મનું ટોટલ શૂંટિંગ લગભગ 200 દિવસ એટલે કે 15 મહિના સુધી ચાલ્યું હતું.

5000 સેલ્ફી
એટલું જ નહીં જ્યારે સેટ પર બધાએ ખૂબ જ સેલ્ફી પણ લીધી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન લગભગ 5 હજાર સેલ્ફી લેવામાં આવી હતી.

7000 દિપક
ફિલ્મના એક ગીત જલતે હૈ દિયે માટે લગભગ 7000 દિવડાઓને પ્રજ્જવલીત કરવામાં આવ્યા હતા. અને આ દિવાઓને સંભાળવા માટે જ 150 લોકોને રોકવામાં આવ્યા હતા.

પ્રેમ રતન ધનની સ્ટોરી કોપી!
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
