50 કરોડમાં વેચ્યા પછી, 140 કરોડનું હશે પ્રિયંકા-નિક જોનસનું નવું ઘર

પ્રિયંકા ચોપડા જોનસ લગ્ન પછી પોતાની પર્સનલ લાઇફ વિશે સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનસની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલ ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

પ્રિયંકા ચોપડા જોનસ લગ્ન પછી પોતાની પર્સનલ લાઇફ વિશે સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનસની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલ ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં, તેમના વેકેશન સંબંધિત ફોટાઓ સામે આવ્યા હતા. હાલમાં વેકેશનથી દૂર થઈને, બંને હવે પોતાના માટે નવું ઘર શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા અને નિક કરોડોના બજેટ સાથે લોસ એન્જેલિસમાં એક નવું ઘર ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આ પગલુ નિક જોનસ તેમની પત્ની પ્રિયંકા ચોપડા માટે ઉઠાવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ નિક જોનાસે લગ્ન પહેલા લાસ એજલિસમાં પોતાનું જૂનું મકાન વેચ્યું હતું. જેની કિંમત આશરે 50 કરોડ હોવાનું કહેવાય છે. બંને હવે નવું ઘર શોધી રહ્યા છે.

141 કરોડ રૂપિયા

141 કરોડ રૂપિયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા મકાન માટે પ્રિયંકા અને નિકનું બજેટ 20 મિલિયન ડોલર એટલે કે 141 કરોડ રાખવામાં આવ્યું છે. નિક તેની પત્ની માટે મોટું ઘર લેવાની યોજનામાં છે.

6.9 મિલિયન ડોલર

6.9 મિલિયન ડોલર

આ નવું ઘર લેવા માટે, નિક જોનસે તેમના જૂના મકાનને 6.9 મિલિયન ડોલર એટલે કે લગભગ 48 કરોડમાં વેચ્યું હતું. નિકે તેનું ઘર એપ્રિલ 2018 માં 6.5 મિલિયન ડોલર એટલે કે 46 કરોડમાં ખરીદ્યું હતું.

ખૂબ આલીશાન

ખૂબ આલીશાન

નિકનું જૂનું મકાન નાનું નહોતું પણ ખૂબ જ આલીશાન હતું રિપોર્ટ્સ અનુસાર નિકના ઘરે 5 બેડરૂમ અને 5 બાથરૂમ હતાં. એક શાનદાર પૂલ પણ હતો. ઉપરાંત, પર્વતની સુંદરતા ઘરની બહારથી પણ જોઈ શકાય છે.

લૉસ એન્જેલિસના બેવર્લી હિલ્સ

લૉસ એન્જેલિસના બેવર્લી હિલ્સ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લૉસ એન્જેલિસમાં બેવરલી હિલ્સ નજીક તેમના નવા ઘરની શોધ કરી રહ્યા છે. તેમનું જુનું ઘર પણ અહીં હતું. માનવામાં આવી રહ્યું છે કે શોધ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.

198 કરોડની કમાણી

198 કરોડની કમાણી

કમાણીની બાબતમાં બંને કોઈનાથી પાછળ નથી. જણાવી દઈએ કે નિકની કમાણી 25 કરોડ ડોલર છે. એટલે કે ભારતીય રકમ પ્રમાણે 177 કરોડ. આ બાબતે પ્રિયંકા થોડી આગળ છે. તેની કમાણી 28 મિલિયન ડોલર એટલે કે 198 કરોડ રૂપિયાની નજીક છે.

આ પણ વાંચો: હોલીવુડની ફિલ્મ મને ઓફર થાય એટલી મારી ઓકાત નથી, એવું લોકોનું વિચારવું ખોટું છે - ગોવિંદા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X