રિતિક રોશનની ક્રિશ 4, આ સુપરસ્ટાર અભિનેત્રી ફાઇનલ

રિતિક રોશનની ફિલ્મ ક્રિશ 4 માં કઈ અભિનેત્રી હશે તેના વિશે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી હતી. લેટેસ્ટ ખબર અનુસાર રિતિક રોશનની ફિલ્મ ક્રિશ 4 માં ફરી એકવાર પ્રિયંકા ચોપરાની જોડી ફાઇનલ થઇ ચુકી છે.

રિતિક રોશનની ફિલ્મ ક્રિશ 4 માં કઈ અભિનેત્રી હશે તેના વિશે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી હતી. લેટેસ્ટ ખબર અનુસાર રિતિક રોશનની ફિલ્મ ક્રિશ 4 માં ફરી એકવાર પ્રિયંકા ચોપરાની જોડી ફાઇનલ થઇ ચુકી છે. પ્રિયંકા ચોપરાએ ફિલ્મ માટે હા પાડી દીધી છે. ખુબ જ જલ્દી ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઓફિશ્યિલ ઘોષણા કરી દેવામાં આવશે. રિતિક રોશનની ક્રિશ 4 વર્ષ 2020 દરમિયાન રિલીઝ થશે.

વાંચો: આ સુપરસ્ટાર રસ્તા પર પાપડ વેચી રહ્યો છે, ફોટો વાયરલ

રિતિક રોશન અને પ્રિયંકા ચોપરાની જોડી ક્રિશ અને ક્રિશ 3 ફિલ્મમાં જોવા મળી હતી, એટલા માટે રાકેશ રોશન આ જોડીને જ આગળ વધારવા માંગે છે. સલમાન ખાનની ફિલ્મ ભારત છોડ્યા પછી પ્રિયંકા ચોપરા પણ એક મોટા પ્રોજેક્ટની શોધ કરી રહી હતી. તેવામાં ક્રિશ ફિલ્મ સાથે જોડાવવું તેના માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થશે. ક્રિશ 4 ફિલ્મનું શૂટિંગ વર્ષ 2019 શરૂઆતમાં કરવામાં આવશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

કોઈ મિલ ગયા, ક્રિશ અને ક્રિશ 3 આ ત્રણે ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. દર્શકો ઘ્વારા આ સીરીઝને ખુબ જ પસંદ કરવામાં આવી છે. રાકેશ રોશનનું માનવું છે કે ક્રિશ 4 ફિલ્મને ફક્ત બાળકો જ નહીં પરંતુ દરેક વર્ગના લોકો પસંદ કરશે. આપને જણાવી દઈએ કે ક્રિશ 4 સિરીઝની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થશે.

વાંચો: ફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો

આજે પ્રિયંકા ચોપરા એક ઇન્ટરનેશનલ સ્ટાર છે. એક વાત છે જે પ્રિયંકાને બધા કરતા અલગ લાવે છે તે તેનું બોલ્ડ સ્ટેટમેન્ટ છે. તેમને ઘણીવાર એટલા બોલ્ડ નિવેદનો આપ્યા છે કે ઘણા લોકોની બોલતી બંધ થઇ ગયી. જુઓ પ્રિયંકા ચોપરાના એવા જ કેટલાક નિવેદનો...

લોકો મારાથી ડરે છે

લોકો મારાથી ડરે છે

પ્રિયંકાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘લોકો મારાથી થોડા ડરે છે. મેં એવી પરિસ્થિતિનો પણ સામનો કર્યો છે, જ્યારે મને ફિલ્મમાંથી બહાર ફેંકી દેવામાં આવતી હતી, કારણ કે કોઇની ગર્લફ્રેન્ડનું નામ રેકમેન્ડ કરવામાં આવ્યું હતું.'

પાવરફુલ માણસો

પાવરફુલ માણસો

મેં ઓલરેડી ફિલ્મ સાઇન કરી દીધી હતી, પરંતુ હીરો કે ડાયરેક્ટરની ગર્લફ્રેન્ડ માટે મને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારે હું એ અંગે કંઇ નહોતી કરી શકી. છેલ્લી ઘડીએ ફિલ્મ મારા હાથમાંથી નીકળી ગઇ, કારણ કે મેં ક્યારેય ગણતરીપૂર્વક પાવરફુલ માણસોનો સંગાથ મેળવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ

થોડા સમય પહેલાં એક શોમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, ‘આ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. પુરૂષોએ પણ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.' એ સમયે શોના કો-હોસ્ટ રિત્વિક ધનજાનીએ પ્રિયંકાના સ્ટેટમેન્ટને સમર્થન આપ્યું હતું.

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેણે વર્ષો પહેલાં એક ફેરનેસ ક્રીમની એડમાં કામ કર્યું હતું, જેનો તેને ખૂબ અફસોસ છે. તેણે કહ્યું હતું કે, 'શ્યામ વાન ધરાવતી ઘણી યુવતીઓ પર તેમના વાન બદલ સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે. ભારતમાં સ્કિન-લાઇટનિંગ ક્રીમની એડમાં કહેવાય છે કે, માત્ર એક અઠવાડિયમાં તમારો વાન ગોરો થઇ જશે.'

બ્લેક હૂડી જેકેટ

બ્લેક હૂડી જેકેટ

આ શો પર પ્રિયંકા પોતાનું ફેવરિટ બ્લેક હૂડી જેકેટ લઇને પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, આ હૂડી જેકેટ તેના એક્સ બોયફ્રેન્ડનું છે, જે તે પ્રિયંકાના ઘરે ભૂલી ગયો હતો. પ્રિયંકાએ આ ચેટ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અંગે અનેક હિંટ આપી હતી.

જેકેટ પાછળની સ્ટોરી

જેકેટ પાછળની સ્ટોરી

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેણે આ જેકેટ હજુ પોતાની પાસે કેમ રાખ્યું છે? શું તેને આ જેકેટ જોઇ તેનો એક્સ બોયફ્રેન્ડ યાદ આવે છે? તો તેણે જણાવ્યું કે, બિલકુલ નહીં. આ હવે મારું જેકેટ છે. રિલેશનશિપમાં ઘણીવાર વસ્તુઓ એક્સચેન્જ થઇ જાય છે. આ જેકેટ હવે એક રીતે મારું જ બની ગયું છે.

મારી મારીને બદલો

મારી મારીને બદલો

જો કોઈએ પણ મને દગો આપ્યો તો તેને મારી નાખીશ. જો હું કોઈ સંબંધમાં છું તો તેમાં દગાબાઝી ની કોઈ જ જગ્યા નથી.

છોકરા જોઈએ છે પરંતુ પતિ નહિ

છોકરા જોઈએ છે પરંતુ પતિ નહિ

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેને છોકરા સાથે પ્રેમ છે. પરંતુ પતિ માટે તે હજુ તૈયાર નથી. એટલા માટે તેને બાળકો તો જોઈએ છે પરંતુ પતિ નહિ.

હીરા જેવો પતિ પરંતુ હીરા ખરીદવાવાળો નહિ

હીરા જેવો પતિ પરંતુ હીરા ખરીદવાવાળો નહિ

મને હીરા જેવો પતિ જોઈએ છે. પરંતુ હીરા ખરીદવાવાળો પતિ નથી જોઈતો. એટલું તો તે પોતે પણ ખરીદી શકે છે તેના માટે તેને પતિ નથી જોઈતો.

આત્મહત્યા

આત્મહત્યા

પ્રિયંકા ચોપરા ઘણા બોલ્ડ નિવેદનો આપી ચુકી છે. પ્રિયંકાએ તેના આત્મહત્યા વાળા નિવેદન પર કહ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલા હું એનું જ ગળું દબાવીને મારી નાખું જે મને તેમાં માટે મજબુર કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X