પ્રિયંકાનો ઓસ્કર 2016 લૂક ગૂગલ સર્ચમાં ફિચર કરવામાં આવ્યો

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે વર્ષ 2016 સૌથી લકી સાબિત થયું છે. આ વર્ષે પ્રિયંકા ચોપરાની ઇમેજ હોલિવૂડમાં વધુ સ્ટ્રોન્ગ બની, તેની હોલિવૂડની નવી ફિલ્મ 'બેવોચ' પાઇપલાઇનમાં છે, તેને યૂનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર પણ બનાવવામાં આવી અને હવે તેના 2016ના ઓસ્કર આઉટફિટને ગૂગલ સર્ચમાં સ્થાન મળ્યું છે.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ છે જે ઓસ્કર એવોર્ડમાં પ્રેઝન્ટર બની હતી. ઓસ્કર એકેડમી એવોર્ડ સમારંભમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગતી હતી. તે સમયે પણ પ્રિયંકાના વ્હાઇટ ગાઉનના ઇન્ટરનેશલ મીડિયામાં ખૂબ વખાણ થયા હતા.

અહીં વાંચો - ફરી એકવાર ઓસ્કર માટે નામાંકિત થયા એ.આર.રહેમાન

ગૂગલ સર્ચમાં પ્રિયંકાનો ઓસ્કર લૂક

ગૂગલ સર્ચમાં પ્રિયંકાનો ઓસ્કર લૂક

પ્રિયંકા ચોપરાનો ઓસ્કર લૂક કંઇક આવો હતો. પ્રિયંકા ચોપરાનો વ્હાઇટ ગાઉનને સૌ જોતા રહી ગયા હતા. પ્રિયંકા ચોપરાનું આ જ વ્હાઇટ ગાઉન ગૂગલ સર્ચમાં ફિચર કરવામાં આવ્યું છે. કોઇ પણ સ્ટાર માટે આ બહુ મોટી વાત છે.

સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તેણે જાતે જ આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ આ અંગે ખુશી વ્યક્ત કરી છે.

ઓસ્કર લૂક માટે ખર્ચ્યા હતા 60 લાખ!

પ્રિયંકાના ઓસ્કર લૂકમાં તેના ગાઉન સિવાય, તેણે પહેરેલી ડાયમંડ રિંગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું, રિંગ અને ગાઉન મળીને પ્રિયંકાએ પોતાના આ લૂક માટે ટોટલ 60 લાખનો ખર્ચો કર્યો હતો. જો કે, હવે ગૂગલ સર્ચમાં નામ મળ્યા બાદ કહી શકાય કે, પ્રિયંકાનો આ ખર્ચો વેસ્ટ નથી ગયો.

ભારત આવી રહી છે પ્રિયંકા

ભારત આવી રહી છે પ્રિયંકા

પ્રિયંકાના ફેન્સ માટે અન્ય એક ખુશખબર એ છે કે, તે જલ્દી જ ભારત આવી રહી છે અને અહીં તે કેટલીક સારી બોલિવૂડ ફિલ્મો સાઇન કરે એવી પણ શક્યતા છે.

English summary
Priyanka Chopra looked stunning this year in Oscar academy awards and her outfit made place in google search, see her pics.
Please Wait while comments are loading...