યૂનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર બની પ્રિયંકા ચોપરા

Written By:
Subscribe to Oneindia News

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કારકીર્દિમાં અન્ય એક સોનેરી સોપાન જોડાઇ ગયું છે. પ્રિયંકા ચોપરાને યૂનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

priyanka chopra

અહીં વાંચો- PM મોદી ભષ્ટ્રાચારી,અમારી પાસે છે પુરાવાઃ રાહુલ ગાંધી

બોલિવૂડ દિવા પ્રિયંકા ચોપરાએ જાતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી છે. પ્રિયંકાએ આ ઇવેન્ટના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે અને સાથે જ યૂનિસેફનો એક વીડિયો પણ શેર કર્યો છે.

અહીં વાંચોઃ 'બેવોચ'ના ટ્રેલરમાંથી પ્રિયંકા કેમ ગાયબ છે?

#foreverychild freedom @UNICEF

A video posted by Priyanka Chopra (@priyankachopra) on Dec 13, 2016 at 4:34pm PST

આ પ્રસંગે પ્રિયંકાએ કહ્યું કે, આ મારા માટે ખૂબ ખાસ વાત છે. ખાસ એટલા માટે કારણ કે મેં પહેલા પણ 10 વર્ષ સુધી ભારત માટે યૂનિસેફ સાથે કામ કર્યું છે અને હવે અમે એ જ સફર વૈશ્વિક સ્તરે આગળ વધારી રહ્યા છીએ. આ અદભૂત અનુભવ છે, લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે કામ કરવું, જેથી તેઓ પોતાની બોળકીઓને શિક્ષણ આપે અને તેને પોતાની જવાબદારી જાતે લેતા શીખવાડે. આ ખૂબ મોટો પડકાર છે.

unicef

પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે લખ્યું હતું કે, યૂનિસેફ સાથેની આ સફરને વૈશ્વિક સ્તરે લઇ જતાં મને ખૂબ ખુશી અને માનની લાગણી થાય છે. આજે યૂનિસેફની 70મી એનિવર્સરી પર હું આ મોટા પડકારોને સ્વીકારી એ દિશામાં આગળ વધવાની આશા રાખું છું, જ્યાં દરેક બાળકના હકો સચવાય.

English summary
Actress Priyanka Chopra, who has created waves with her stint in the American drama series Quantico, says she is honoured to serve as UNICEFs Global Goodwill Ambassador.
Please Wait while comments are loading...