Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hot પ્રિયંકા અભિષેકને કરી રહી છે અવોઇડ? કારણ એશ!

પ્રિયંકા ચોપરાના કોસ્મોપોલિટન મેગેઝિનના લેટેસ્ટ ફોટોઝ સાથે તાજી ગોસિપ વાંચો અહીં...

મલાઇકા અરોરા અને અનુષ્કા શર્માના મેગેઝિન કવર ફોટોશૂટની તસવીરો વાયરલ થયા બાદ હવે પ્રિયંકા ચોપરાનો વારો છે. તેણે થોડા સમય પહેલાં જ કોસ્મોપોલિટન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. પ્રિયંકા આ ફોટોશૂટમાં ખૂબ બોલ્ડ અને હોટ લાગી રહી છે. આજકાલ મેગેઝિન ફોટોઝ માટે પ્રિયંકા ચોપરા લોકપ્રિય નામ છે, થોડા સમય પહેલાં જ વૉગ કવર માટે પણ તેણે અત્યંત ક્લાસી અને હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે. સ્ટાયલિશ અને થોડા અંલગ અંદાજમાં જોવા મળતી પ્રિયંકાની આ તસવીરો તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.

પ્રિયંકાને ફેમિનિસ્ટના ટેગ સામે વાંધો નથી

પ્રિયંકાને ફેમિનિસ્ટના ટેગ સામે વાંધો નથી

પ્રિયંકા ભલે હિંદી ફિલ્મોમાંથી ગાયબ હોય, પરંતુ તેના વિશેની કોઇને કોઇ ચર્ચામાં તો બોલિવૂડમાં થતી જ રહે છે. થોડા સમય પહેલાં જ તેણે ફેમિનિઝમ પર કરેલી વાતોએ ઘણી ચર્ચા જગાવી હતી. તેણે કહ્યું હતું કે, તેને પોતાના નામ પાછળ લાગતા ફેમિનિસ્ટના ટેગ સામે કોઇ વાંધો નથી.

મહિલાઓને સમાન હક

મહિલાઓને સમાન હક

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ મહિલા કહે કે હું ફેમિનિસ્ટ નથી, ત્યારે મને એ વાત સમજાતી નથી. ફેમિનિઝમની જરૂરિયાત ઊભી થઇ, કારણ કે મહિલાઓને કોઇ હકો આપવામાં નહોતા આવતા. આ કારણે જ મેનઇઝમ(manism)ની કોઇ જરૂર નથી, કારણ કે તેમને પહેલેથી જે જોઇએ એ મળ્યું છે.

લોકોએ ફેમિનિઝમને કોમ્પલિકેટ કરી નાંખ્યુ છે

લોકોએ ફેમિનિઝમને કોમ્પલિકેટ કરી નાંખ્યુ છે

પ્રિયંકાનું માનવું છે કે, લોકોએ ફેમિનિઝમ વર્ડને કારણ વગર કોમ્પ્લિકેટ કરી નાંખ્યો છે, આની પાછળનું માત્ર એક જ સત્ય છે. મહિલાઓ માટે પણ સમાન હકની માંગણી. મહિલાઓ પર હંમેશા પરુષની સાથે ચાલવા માટે દબાણ હોય છે.

ક્વોન્ટિકો 3

ક્વોન્ટિકો 3

થોડા સમય પહેલાં જ ક્વોન્ટિક 3 માટે શૂટ કરી રહેલ પ્રિયંકાની સેટની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. ક્વોન્ટિકોની પ્રથમ બે સીરિઝ અમેરિકામાં શૂટ થઇ હતી, પરંતુ ત્રીજી સિઝનના શૂટિંગ માટે ઇટલીના લોકેશન્સ પર પસંદગી ઉતારવામાં આવી છે.

બોલિવૂડમાં વાપસી ક્યારે?

બોલિવૂડમાં વાપસી ક્યારે?

પ્રિયંકા બોલિવૂડમાં વાપસી કરે એની સૌ રાહ જોઇ રહ્યાં છે, જ્યારે આ સુપરસ્ટાર ગ્લોબલ એક્ટ્રેસ એક પછી એક પ્રોજેક્ટમાંથી બહાર થતી જાય છે. થોડા સમય પહેલાં ખબર આવી હતી કે, તે સંજય લીલા ભણસાલીની એક ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે જોવા મળશે, પરંતુ તેણે એશને કારણે આ પ્રોજેક્ટને અલવિદા કહી દીધું છે.

અભિષેક અને પ્રિયંકા

અભિષેક અને પ્રિયંકા

મીડિયાના અહેવાલો અનુસાર, તે અભિષેક સાથે કામ કરવા નથી માંગતી. આની પાછળનું કારણ છે તે બંને વચ્ચેની કોલ્ડવોર. અભિષેકની 'બ્લફમાસ્ટર' માટે ઐશ્વર્યાની પસંદગી થઇ હતી, પરંતુ પછીથી ફિલ્મમાં પ્રિયંકાને ફાઇનલ કરવામાં આવી. ત્યાર બાદથી અભિષેક પ્રિયંકા સાથે ફિલ્મ કરવાથી બચી રહ્યો છે અને આ વખતે પ્રિયંકાએ પણ એમ જ કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X