રાષ્ટ્રીય ઍવૉર્ડ ન મળતાં બર્ફી જેવી ઠંડી પડી ગઈ ટીમ
મુંબઈ, 19 માર્ચ : ગત વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ બર્ફી દરેક ઍવૉર્ડ ફંક્શનમાં છવાયેલી રહી, પરંતુ નેશનલ ઍવૉર્ડ ફંક્શનમાં બર્ફીની સાવ થયેલી અવગણનાથી પ્રિયંકા ચોપરાને આઘાત લાગ્યો છે.
માત્ર પ્રિયંકા ચોપરાને જ નહીં, પણ બર્ફીની આખી ટીમ અને દિગ્દર્શક અનુરાગ બાસુ પણ ખૂબ જ નિરાશ થયાં છે. જોકે કોઇએ પણ આ બાબતનો ખુલેઆમ સ્વીકાર કર્યો નથી, પરંતુ હકીકત તો એ જ છે કે પાન સિંહ તોમર સામે બર્ફીને નેશનલ ઍવૉર્ડ ફંક્શનમાં વધુ મહત્વ મળ્યો નહીં.
આ વાતથી ખૂબ જ દુઃખી થયેલ પ્રિયંકા ચોપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - મને ખૂબ માઠું લાગ્યું. બર્ફીને નેશનલ ઍવૉર્ડ ન મળવાનો દુખ છે. એ વાત તો જ્યુરી જ જાણે કે તેમણે બર્ફીને કોઈ ઍવૉર્ડ કેમ ન આપ્યો.
પ્રિયંકાનો આ દુઃખ જોતા સ્પષ્ટ છે કે બર્ફીના હીરો રણબીર કપૂરને પણ જરૂર દુઃખ થયો હશે. જોકે પ્રિયંકાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરાને તેમની પ્રથમ ફિલ્મ ઇશકઝાદેમાં બહેતરીન એક્ટિંગ માટે સ્પેશિયલ ઍવૉર્ડ મળ્યો છે.













Click it and Unblock the Notifications
