• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે મોત જ હોય દરેક મુશ્કેલીનો ઉકેલ

|

અમદાવાદ. 13 સપ્ટેમ્બર: દુનિયામાં ઘણાં એવા રહસ્યો છે, જેનાથી કાળા માથાનો આ માનવી અજાણ છે. દુનિયામાં જેમ સારું છે, તેમ નરસું પણ છે. દરેક સારી બાબત પાછળ એક નરસી બાબત હોય છે અને જે પળે માણસનો આત્મા સારી બાબતથી નફરત કરવા લાગે, તે જ સમયે નરસી બાબત તેના આત્માને પોતાને વશ કરી લે છે. ત્યાંથી જ શરૂ થાય છે એક એવો સફર જ્યાં માણસનો સૌથી ભયાનક ચહેરો સામે આવે છે. આપણાં ભારતીયોના દિલમાં હંમેશા એક અજ્ઞાત ભય હોય છે, જે આપણને કાળો જાદૂ, તંત્ર-મંત્ર, જાદૂ-ટોણા વિગેરેમાં વિશ્વાસ કરવા મજબૂર કરે છે. જ્યારે આ ભય વધી જાય છે, ત્યારે જીવન મુશ્કેલી ભર્યું બની જાય છે અને મોતમાં જ તેનો ઉકેલ દેખાય છે.

રાજ-3 એક એવી જ વ્યક્તિની વાર્તા છે, જે પોતાના અંદરની સારાઈને હરાવી બુરાઈને જીતવા માંગે છે અને જ્યારે એક વાર આ ખરાબ તાકત વ્યક્તિ પર હાવી થાય, તો પછી તે એટલી શક્તિશાળી થઈ જાય છે કે પછી તેને હરાવવું કોઈના વશની વાત નથી રહેતી. માત્ર સારાઈને શક્તિ બનાવીને જ બુરાઈને જીતી શકાય છે. એમ પણ દરેક બુરાઈના અંત માટે ક્યાંક ને ક્યાંક તેને ખતમ કરનાર તાકાત વસતી હોય છે. રાજ 3 એવા જ ઘણાં રાજ (રહસ્યો) ઉપરથી પર્દો હટાવશે.

વાર્તા-

ફિલ્મની વાર્તા એક સુપરસ્ટાર શાન્યા (બિપાસા બાસુ)ની છે. શાન્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સફળતા હાસલ કરે છે. તે એક સ્માર્ટ અને ડેશિંગ દિગ્દર્શક આદિત્ય (ઇમરાન હાશમી) સાથે પ્રેમ કરે છે, પરંતુ એ જ વખતે એક નવી અભિનેત્રી સંજના (ઈશા ગુપ્તા)ની ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થાય છે અને તે શાન્યાની જગ્યા લેવાનું શુરૂ કરી દે છે. શાન્યા સંજનાની સફળતાથી ઈર્ષ્યા કરવા લાગે છે. તેને લાગે છે કે સંજના તેના કરિયરની સાથે સાથે તેના પ્રેમ આદિત્યને પણ તેનાથી છીનવી રહી છે. પછી શરૂ થાય છે શાન્યાનો કાળો જાદૂ અને સંજનાની મુશ્કેલીઓ. આદિત્ય જે હવે સંજના સાથે પ્રેમ કરવા લાગે છે, તે શાન્યાને કોઈ પણ રીતે રોકવાની કોશિશ કરે છે. અને જ્યારે આદિત્યને લાગે છે કે તે શાન્યાને નહિં રોકી શકે, ત્યારે તે શાન્યાને છોડી સંજના પાસે જતો રહે છે અને શાન્યાને ચેતવણી પણ આપે છે કે તે સંજનાથી દૂર રહે. અંતે શું થાય છે? શું શાન્યા સંજનાને પોતાના કાળા જાદૂ વડે મારી નાંખે છે? શું આદિત્ય શાન્યાને રોકવામાં સફળ થાય છે? શું શાન્યા પોતાના કાળા જાદૂ વડે આદિત્યને પામી લે છે? આ બધા રહસ્યો ખોલશે રાજ 3.

રાજ 3 માં બિપાશા બાસુએ ફરી એ વાત સાબિત કરી દીધી છે કે આ બંગાળી બાળા આજે પણ પોતાની એક્ટિંગ દ્વારા બીજી હીરોઇનોને ભોંય ભેગી કરી શકે છે. બિપાશાના જોરદાર એક્ટિંગ સ્કિલ્સ આગળ ઈશા ગુપ્તા જ નહિં, પણ ઇમરાન હાશમી પણ ફીકા પડી જાય છે. બિપાશાનો હૉટ અંદાજ, તેમની ડાયલૉગ ડિલીવરી, તેમના એક્સપ્રેશન ખરેખર લાજવાબ છે. બીજી બાજુ ઈશા ગુપ્તા આખી ફિલ્મમાં એક સેંસેટિવ ડૉલની જેમ દેખાય છે, જેને ડગલે ને પગલે કોઈકના સહારાની જરૂર છે. ઇમરાન હાશમીએ ચોક્કસ સારા પ્રયત્ન કર્યા છે અને ક્યાંક-ક્યાંક તેઓ ઘણાં શ્રેષ્ઠ પણ દેખાય છે.

ફિલ્મનાં સંગીતમાં કોઈ ખાસ દમ નથી. જ્યાં સુધી રાજ ફિલ્મની વાત છે, તો તેનું એક ગીત આજે પણ બધાની જીભે ચડેલું છે. તેના કરતાં રાજ 3 ના ગીતો બહું ખાસ નથી.

વિક્રમ ભટ્ટે ઘણાં પ્રયાસો કર્યા છે લોકોને ભયભીત કરવાના અને ફિલ્મના 3ડી ઇફેક્ટ દ્વારા મહદ અંશે તેઓ આ પ્રયાસમાં સફળ પણ થયા છે. ફિલ્મનાં કેટલાંક સીન એવા છે, જેને જોઈને એક વાર તો આપણાં રુઆંટા ઊભા થઈ જાય છે. ખાસ કરીને જ્યારે ઈશા ગુપ્તાની નોકરાણી પંખા સાથે ફાંસીએ લટકીને આપઘાત કરે છે અને બીજા એક સીનમાં ઈશા ઉપર 800થી વધુ કૉક્રોચ ચડી જાય છે અને તે પોતાના બધા કપડાં ઉતારીને ભાગે છે.

હાલ એટલું કહી શકાય છે કે ફિલ્મ સરવાળે દર્શકોને જરૂર પસંદ આવશે. બિપાશાના ફેંસને આ ફિલ્મ જરૂર પસંદ પડશે. હવે ઇંતેજાર છે બૉક્સ ઑફિસ રિપોર્ટનો. ત્યારે જ ખબર પડશે કે આખરે બિપાશાનો કાળો જાદૂ બૉક્સ ઑફિસ પરપણ ચાલી રહ્યો છે કે નહિં.

English summary
It is said, when the almighty refuses to help some of his children, they try out an evil way to grab their dreams. And this greed gives birth to evils like blackmagic, tantras and voodoo. But, with the advent of modernity, the learned lot of our country have gradually lost their beliefs in the existence of such evils.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more