મુંબઈ, 3 ડિસેમ્બર : સલમાન ખાન ઔર પ્રેમનું પાત્ર બે જુદી-જુદી બાબતો નથી લાગતી, પણ બૉલીવુડા આ પ્રેમ એટલે કે સલમાન ખાન હવે માને છે કે તેઓ બહુ બદલાઈ ગયા છે અને ફરીથી પ્રેમ બનવું તેમને ખૂબ મુશ્કેલ લાગી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન ફરી એક વાર પ્રેમના પાત્રમાં નજરે પડવાના છે. ફિલ્મમાં પહેલી વખત તેમના હીરોઇન સોનમ કપૂર છે.
સલમાન ખાને કહ્યું, ‘સૂરજ બરજાત્યા સાથે લગભગ 13 વર્ષોથી કામ કરી રહ્યો છું અને હવે ફરી પ્રેમ બનવામાં બહુ મુશ્કેલી થઈ રહી છે. એટલે આ ફિલ્મમાં પ્રેમનો રોલ કરવો મારા માટે સૌથી મુશ્કેલ કામોમાંનું એક છે. હું બહુ બદલાઈ ચુક્યો છું. હવે મારામાં પેલા પ્રેમ વાળી માસૂમિયત તથા સચ્ચાઈ નથી રહી.'
સલમાનના આ કથન ઉપરથી સ્પષ્ટ છે કે તેઓ એક તરફ તો બૉલીવુડના દબંગની છબી બનાવી ચુક્યા છે, તો બીજી બાજુ પ્રેમ જેવું સૉફ્ટ પાત્ર ભજવવું તેમના માટે હવે મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી જ કદાચ સલમાન ખાન ગભરાઈ રહ્યા છે.
એક અંગ્રેજી પોર્ટલ સાથે વાતચીત કરતા સલમાને માન્યું, ‘હું પોતાની તમામફિલ્મોને એક બાજુ મૂકુ છું અને પ્રેમ રતન ધન પાયોને એક બાજુ. પુનઃ પ્રેમ બનવા માટે મારે ઘણુ બધુ ભુલવુ પડશે, નહિંતર પ્રેમ બનવાની કોશિશ મારા ચહેરા-મારા હાવભાવમાં સ્પષ્ટ દેખાશે કે જે હું નથી ઇચ્છતો.'
નોંધનીય છે કે સૂરજ બરજાત્યાએ જ મોટા પડદે પ્રેમના પાત્રને જન્મ આપ્યો છે. મૈંને પ્યાર કિયા ફિલ્મમાં સલમાનનું નામ પ્રેમ હતું અને ત્યારથી આ નામ લોકપ્રિય બન્યું છે. મૈંને પ્યાર કિયા બાદ હમ આપકે હૈં કૌન, હમ સાથ સાથ હૈં, અંદાજ અપના અપના, જુડવાં, નો એન્ટ્રી, બીવી નંબર વન જેવી ડઝનબંધ ફિલ્મોમાં સલમાન ખાન પ્રેમનું પાત્ર ભજવી ચુક્યા છે. તેથી જ બૉલીવુડમાં સલમાનનું બીજુ નામ પ્રેમ જ ગણાય છે.