Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RECORD: "પ્રેમ રતન ધન પાયો"એ "બજરંગી ભાઇજાન"ને હરાવ્યા

સલમાન ખાનની "પ્રેમ રતન ધન પાયો"ને લઇને માત્ર ફેન્સ જ નહિં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ઘણી ઉત્સાહીત છે. આખરે વર્ષો પછી ફરી એકવખત સુરજ બડજાત્યા અને "પ્રેમ"ની સુપરહીટ જોડી સાથે આવી રહી છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. અને ટ્રેલર દર્શકોઓએ ઘણું પસંદ કર્યું છે. જી હા, "પ્રેમ રતન ધન પાયો"ના ટ્રેલરને દર્શકોનો ઘણો પ્રેમ મળતા ટ્રેલરે રેકોર્ડ બનાવ્યો છે. અને આંકડાની સાથે સલમાન ખાનની આ ફિલ્મે બોલીવુડની તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ત્યાં સુધી કે બજરંગી ભાઇજાનનો પણ રેકોર્ડ બ્રેક કર્યો છે.

ચાલો જાણીએ કે "પ્રેમ રતન ધન પાયો"માં એવુ તો શું ખાસ છે કે જેણે બધા રેકોર્ડઝ તોડ્યા છે.

સલમાન ખાન ડબલ રોલમાં

સલમાન ખાન ડબલ રોલમાં

ફિલ્મમાં સલમાનનો ડબલ રોલ છે, એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ વિજય છે. બંને પોઝીટીવ પાત્રો છે. જો કે આ પહેલા આપણે જુડવામાં સલમાનને ડબલ રોલમાં જોઇ ચૂક્યાં છીએ.

એક્શન સીન્સ

એક્શન સીન્સ

જી હા, સુરજ બડજાત્યા કે જેમની ફિલ્મોમાં એક થપ્પડ પણ નથી જોવા મળતી. પ્રેમ રતન ધન પાયોમાં જોરદાર એક્શન સીન્સ જોવા મળશે. ફિલ્મમાં તલવારબાજી અને મુક્કેબાજીની દર્શકો મઝા માણી શકશે.

વિદેશી ટેક્નોલોજી

વિદેશી ટેક્નોલોજી

સલમાનની આ ફિલ્મમાં એક્શન સીન્સ માટે ફોરેન ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ફિલ્મમાં આપને બહુ ઉંચા સ્તરના એક્શન્સ જોવા મળશે.

ફ્રેન્ચ

ફ્રેન્ચ

ફિલ્મમાં રાજકુમાર બનેલા સલમાન ખાનને એક સીનમાં ફ્રેન્ચ બોલતો પણ બતાવવામાં આવ્યો છે.

શીશ મહલ

શીશ મહલ

જણાવી દઇએ કે આ ફિલ્મ માટે સુરજ બડજાત્યાએ શીશ મહેલ તૈયર કર્યો છે. મુઘલે આઝમ બાદ આ ફિલ્મમાં દર્શકોને શીશ મહેલ જોવા મળશે.

ઇમોશનલ

ઇમોશનલ

સલમાન ખાને કહ્યું છેકે "પ્રેમ રતન ધન પાયો" પૂરી રીતે ઇમોશનલ અને સંબંધોની સ્ટોરી છે. જે જોઇને દર્શકોની આંખમાં આંસુ જરૂરથી આવશે.

પારિવારીક સ્ટોરી

પારિવારીક સ્ટોરી

સલમાન ખાને કહ્યું છેકે ફિલ્મ ભાઇ, બહેનના સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં સલમાનના ભાઈ બન્યા છે, નીલ નીતિન મુકેશ અને બહેનના રોલમાં છે, સ્વરા ભાસ્કર.

ક્લાઇમેક્સ

ક્લાઇમેક્સ

"પ્રેમ રતન ધન પાયો"માં પરિવાર, સંબંધો, ગીતો, ડાન્સ, રોમાંસ અને ત્યાગ બધુ જ જોવા મળશે. પરંતુ ક્લાઇમેક્સ સુરજ બડજાત્યાની અન્ય ફિલ્મો કરતા અલગ એટલે કે ભરપુર એક્શનથી હશે.

નીલ નિતીન મુકેશ

નીલ નિતીન મુકેશ

ક્લાઇમેક્સમાં સાવકા ભાઇ સલમાન અને નીલ નિતીન મુકેશની વચ્ચે બરાબરની ફાઇટ બતાવવામાં આવી છે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સરવાળે "પ્રેમ રતન ધન પાયો"ના ટ્રેલરને દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે. હવે ફિલ્મ રિલીઝ બાદ ક્યા રેકોર્ડઝ બનાવશે, તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X