Pics: પ્રેમ રતન ધન પાયો શૂટિંગ, રંગોમાં શરમાતો સલમાન

સલમાન ખાનના ફેન્સ તેમની દરેક નાનામાં નાની વાત જાણવા માટે ઉત્સુક રહે છે અને એ જ કારણ છે કે અમે તેમના એક પણ સમાચાર આપનાથી અલિપ્ત નથી થવા દેતા, કોઇ તસવીર આપની નજરોથી સ્કીપ નથી થવા દેતા.

હવે પ્રેમ રતન ધન પાયોની શૂટિંગ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. શૂટિંગની એક તસવીર ફેન્સની સામે આવી જેમાં સલમાન ખાન રંગોમાં રંગાયેલા દેખાઇ રહ્યા છે. જેમાં પહેલી નજરે જોતા હોળીનો તહેવાર લાગી રહ્યો છે પરંતુ લગભગ કૃષ્ણ જન્માષ્ટમી પણ હોઇ શકે છે, કારણ કે સલમાન ખાન આ જ અંદાજમાં એક ટોળીની ઉપર બેસેલા છે.

શું આપને યાદ છે કે સલમાન ખાને સ્ક્રીન પર કેટલા તહેવારોની ઉજવણી કરી છે...

હોળી

હોળી

પ્રેમ રતન ધન પાયોની શૂટિંગનો આ સીન ખૂબ જ પ્રેમાળ લાગી રહ્યો છે. જોવામાં તો હોળીનો તહેવાર લાગી રહ્યો છે પરંતુ લગભગ કૃષ્ણ જન્માષ્ટમી પણ હોઇ શકે છે, કારણ કે સલમાન ખાન આ જ અંદાજમાં એક ટોળીની ઉપર બેસેલા છે.

મકર સંક્રાંતિ

મકર સંક્રાંતિ

હમ દિલ દે ચૂકે સનમના કાઇ પો છે અને ઢીલ દે..ને કોઇ કેવી રીતે ભૂલી શકે છે. આખરે સલમાન ખાનની પતંગબાજી પણ ગજબની છે.

દિવાળી

દિવાળી

સલમાન ખાનને હમ આપકે હે કોનના એક ગીતમાં દિવાળી મનાવતા દેખી શકાય છે. હવે આ તહેવાર હતો કે ઘરમાં નવા મહેમાનના આગમનની ખુશી એ તો પ્રેમ જ જાણે...

કૃષ્ણ જન્માષ્ટમી

કૃષ્ણ જન્માષ્ટમી

ચાંદી કી ડાલ પર સોને કા મોર... સલમાન ખાન અને રાની મુખર્જીનું આ ગીત સૌને યાદ હશે. આખરે આ ગીત ભાઇએ પોતે ગાયું હતું.

રક્ષા બંધન

રક્ષા બંધન

આમ તો આ હમ સાથ સાથ હેનો નાનકડો સીન છે, પરંતુ સલમાન ખાન રક્ષા બંધન ઉજવી ચૂક્યા છે. જોકે આ આખી ફિલ્મ જ એક ફેસ્ટિવલ સમાન હતી.

ઇદ

ઇદ

ફાઇનલી તીસ માર ખાનમાં ભાઇજાને ઇદ પણ મનાવી લીધી. એ પણ એવી રીતે કે અક્ષયની શીલા સલમાનના ગળે લાગી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X