PIC: સલમાનની "પ્રેમ રતન ધન પાયો"ની પહેલી ઝલક
બોલીવુડ: સલમાન ખાન અભિનીત સુરજ બડજાત્યાની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો" અંગે જાણવાની ઉત્સુક્તા દર્શકોમાં ઘણી જ છે. અત્યાર સુધી ફિલ્મની સાથે જોડાયેલી કેટલીક સાચી ખોટી વાતો જ ખબર પડી હતી. પરંતુ હવે સલમાને ખુદ ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે.

જી હા સલમાને પોતાની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો"નું પ્રમોશન શરૂ કરી દીધુ છે. સલમાને ફિલ્મનો logo ટ્વીટર પર શેર કર્યો હતો. બ્લેક બેગ્રાઉન્ડમાં ગોલ્ડન રંગથી લખવામાં આવેલું ફિલ્મનું નામ ઘણો જ રાજવી લુક આપે છે. હોય જ...કારણ કે ફિલ્મમાં સલમાન ખાન રાજકુમાર અને સોનમ રાજકુમારી બની છે.
"પ્રેમ રતન ધન પાયો"ની કહાની એક રાજવી કટુંબની છે. આ કહાનીમાં સંબંધો, ગીતો, ડાન્સ, રોમાન્સ અને કુર્બાનીની વાત છે. વેલ ફિલ્મથી જોડાયેલી કોઈપણ વાત જેવી અમને ખબર પડશે અમે તમારા સુધી પહોંચાડીશું.












Click it and Unblock the Notifications
