તનુશ્રી અને નાના પાટેકર વિવાદ વચ્ચે સપનાએ પણ જણાવી પોતાની સાથે થયેલી ઘટના
જ્યારથી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણ આરોપ પર નિવેદન આપ્યું છે ત્યારથી બોલિવૂડની બીજી અભિનેત્રીઓ પણ તેને અંગે ખુલીને સામે આવી રહી છે.
જ્યારથી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણ આરોપ પર નિવેદન આપ્યું છે ત્યારથી બોલિવૂડની બીજી અભિનેત્રીઓ પણ તેને અંગે ખુલીને સામે આવી રહી છે. અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીમાં તેમની સાથે થયેલી ઘટનાઓ અંગે બોલી રહી છે. ખામોશીયા ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સપના પબ્બી ઘ્વારા પોતાની સાથે થયેલી ઘટના શેર કરવામાં આવી છે. સપનાએ જણાવ્યું કે એકવાર તેની સાથે ફિલ્મના સેટ પર કંઈક આવી જ ઘટના થઇ હતી અને ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર કોઈએ પણ તેની મદદ કરી નહીં.
આ પણ વાંચો: તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર કાજોલે કંઈક આવું કહ્યું

સપનાએ પોતાની સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું
તનુશ્રીના સપોર્ટમાં બોલતા સપનાએ પોતાની સાથે થયેલી ઘટનાને યાદ કરી. સપનાએ જણાવ્યું કે એક ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે તેને એક ખાસ પ્રકારની બિકીની પહેરવા માટે મજબુર કરી હતી. સપનાએ લખ્યું કે એક ફિલ્મના ડાન્સ સીન માટે તેને બિકીની પહેરવાની હતી જેમાં તે અસહજ અનુભવ કરી રહી હતી. સપનાએ આ વાત તેની મહિલા સ્ટાઇલિશને જણાવી અને કહ્યું કે અંડરવાયર બિકીની પહેરીને 7 કલાક ડાન્સ કરવાથી તેને તકલીફ થશે.

ડાયરેક્ટરે તેને બિકીની પહેરવા માટે મજબુર કરી
સપનાએ સ્ટાઇલિશને કહ્યું કે તેઓ તેને અંડરવાયર વિનાની બિકીની આપે જેમાં તે વધારે સહજ અનુભવ કરશે. સપનાએ જણાવ્યું કે ડાયરેક્ટરે તેને તે બિકીની પહેરવા માટે મજબુર કરી. સપનાએ પ્રોડક્શન હાઉસથી બ્લેકલિસ્ટ થવાના ચક્કરમાં તે બિકીની પહેરીને ડાન્સ કર્યો. આવું કરવાથી તેને રાત્રે પીઠમાં ખુબ જ દર્દ થવા લાગ્યો હતો. બીજા દિવસે જયારે તે શૂટિંગમાં મોડી પહોંચી ત્યારે તેને પ્રોડ્યૂસરને આખી વાત જણાવી ત્યારે પ્રોડ્યૂસર તેને જ દોષ આપવા લાગ્યો અને કહ્યું કે તે એક બ્રા માટે આટલા નાટક કરે છે.

મહિલાઓને એકબીજાની સાથે આવવાની જરૂર
સપનાએ પોતાના લાંબા પોસ્ટમાં એવી મહિલાઓ પર નિશાનો સાધ્યો છે જેઓ આવા સમયમાં સાથી મહિલા વિરુદ્ધ બોલે છે. સપનાએ જણાવ્યું કે મહિલાઓને એકબીજાની સાથે આવવાની જરૂર છે, તેમને એકબીજાની વિરુદ્ધ નહીં આવવું જોઈએ. તેને જણાવ્યું કે જયારે તે પ્રોડ્યૂસરને બિકીની વાળી વાત કહી રહી હતી ત્યારે મહિલા સ્ટાઈલિશ ત્યાં ઉભીને તેના પર હસી રહી હતી.












Click it and Unblock the Notifications
