For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારુ નામ બરબાદ કર્યુ, શું હું જેલમાં રહેવાને લાયક છુ', આર્યન ખાને NCBને કહી હતી ઘણા વાતો, હવે થયો ખુલાસો

એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ ખુલાસો કર્યો કે આર્યન ખાને કસ્ટડીમાં રહેવા દરમિયાન એજન્સીને ઘણુ બધુ કહ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ગયા વર્ષે ડ્રગ્સના એક કેસમાં ધરપકડ ઘણા સપ્તાહો સુધી દેશ માટે સૌથી મોટા સમાચાર રહ્યા હતા. શાહરુખ ખાનના 24 વર્ષીય દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ઓક્ટોબર 2021માં મુંબઈની બહાર એક ક્રૂઝ જહાજ પર રેડ બાદ ધરપકડ કરી હતી. તપાસ ચાલુ રહેવાના કારણે તેને લગભગ એક મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. લગભગ એક મહિના બાદ તેને અમુક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. ગયા મહિને મે 2022માં આ કેસમાં આર્યન ખાનને ક્લીન ચીટ પણ મળી ગઈ. એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાનને આરોપી ગણવામાં આવ્યો નતી. જો કે, હજુ સુધી આર્યન ખાન તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ ખુલાસો કર્યો કે આર્યન ખાને કસ્ટડીમાં રહેવા દરમિયાન એજન્સીને ઘણુ બધુ કહ્યુ હતુ અને ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

NCBના અધિકારીએ કહ્યુ - આર્યને પૂછ્યુ હતુ શું હું આને લાયક છુ...

NCBના અધિકારીએ કહ્યુ - આર્યને પૂછ્યુ હતુ શું હું આને લાયક છુ...

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર (ઓપરેશન્સ) સંજય સિંહે આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નુ નેતૃત્વ કર્યુ છે. તપાસના પ્રારંભિક તબક્કા દરમિયાન તેમણે આર્યન તેમજ અન્ય આરોપીઓ સાથે વાતચીત કરી હતી. તાજેતરની વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો કે આર્યને તેની કસ્ટડી દરમિયાન પૂછ્યુ હતુ કે, 'મારી સાથે જે થઈ રહ્યુ છે શું હું તેને લાયક છુ. મારી સાથે કરવામાં આવી રહ્યુ છે શું હું તે ડિઝર્વ કરુ છુ...'

'NCB મારી સાથે ડ્રગ સ્મગલર જેવો વ્યવહાર કરી રહી છે..'

'NCB મારી સાથે ડ્રગ સ્મગલર જેવો વ્યવહાર કરી રહી છે..'

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સંજય સિંહે કહ્યુ કે આર્યને તેમને કહ્યુ કે NCB તેની સાથે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર' જેવો વ્યવહાર કરી રહી છે. સંજયના કહેવા પ્રમાણે આર્યને તેમને કહ્યુ, 'સર, તમે મને એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર તરીકે દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. તમે બધાને કહ્યુ કે હું ડ્રગ્સની દાણચોરી કરુ છુ અને તેમાંથી પૈસા કમાઉ છુ. શું આ આક્ષેપો વાહિયાત નથી? તપાસ એજન્સીને રેડના દિવસે મારી પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી તેમ છતાં તેઓએ મારી ધરપકડ કરી.'

'તમે લોકોએ મારુ નામ અને પ્રતિષ્ઠા બદનામ કરી છે'

'તમે લોકોએ મારુ નામ અને પ્રતિષ્ઠા બદનામ કરી છે'

સંજયે કહ્યુ કે આર્યને એમ પણ પૂછ્યુ હતુ કે, 'શું હું આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવાને લાયક છુ. શું મને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવો વાજબી છે. જ્યારે મારી વિરુદ્ધ કોઈ પુરાવા પણ મળ્યા નથી. સર, તમે મારી સાથે ઘણુ ખોટુ કર્યું છે અને મારી પ્રતિષ્ઠા અને મારુ નામ બદનામ કર્યુ છે. મારે આટલા અઠવાડિયા જેલમાં કેમ વિતાવવા પડ્યા? શું હું ખરેખર તેને લાયક હતો?'

આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નહોતુ

આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નહોતુ

તમને જણાવી દઈએ કે 28 મે 2022ના રોજ જ્યારે NCBએ તેની ચાર્જશીટ દાખલ કરી ત્યારે તેમાં કહેવામાં આવ્યુ હતુ કે તપાસ દરમિયાન આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી. જેના કારણે તેને ક્લીનચીટ આપવામાં આવી છે. જો કે અત્યાર સુધી શાહરૂખ ખાન, ગૌરી ખાન કે આર્યન ખાન આ મામલે ક્યારેય કંઈ બોલ્યા નથી.

English summary
Shah Rukh Khan son Aryan Khan said to NCB you have ruined my reputation Did I really deserve
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X