આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓહ માય ગૉડ

મુંબઈ, 16 ઑક્ટોબર : ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (ઇફ્ફી)ના પૅનોરમા ખંડમાં રિલીઝ થનાર 26 ફિલ્મોમાં શિપ ઑફ થેસસ, ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી, પાન સિંહ તોમર અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મહોત્સવની શરુઆત મલયાલમ ફિલ્મ કાન્યાકા ટૉકીઝ સાથે થશે. ઇફ્ફીનું આયોજન 20મીથી 30મી નવેમ્બર દરમિયાન ગોવા ખાતે થવાનું છે.

તિગ્માંશુ ધુલિયાની પાન સિંહ તોમર મહોત્સવમાં સીધી પ્રવેશી છે. 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં પાન સિંહ તોમર સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદગી પામી હતી. પૅનોરમાની બાકીની ફિલ્મોની પસંદગી 210 એન્ટ્રીઓમાંથી કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા અને સંકલક બી લેનિનના પ્રમુખપદ હેઠળની નૌ સભ્યોની જ્યુરીએ આ પસંદગી કરી. ગેર ફીચર ફિલ્મ શ્રેણીમાં રાજા શબીર ખાનની કાશ્મીરી ફિલ્મ શિપહર્ડ્સ ઑફ પૅરાડાઇઝને સીધો પ્રવેશ મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં તેને સર્વશ્રેષ્ઠ ગેર ફીચર ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો હતો.

દિગ્દર્શક રાજા સેનના પ્રમુખપણા હેઠળની પાંચ સભ્યોની જ્યુરીએ અન્ય ફિલ્મોની પસંદગી કરી છે. 130 એન્ટ્રીઓમાંથી 15 ફિલ્મોની પસંદગી કરાઈ છે. ફીચર તથા ગેર ફીચર ફિલ્મ શ્રેણીઓમાં હિન્દી તેમજ પ્રાદેશિક બંને ફિલ્મો છે. ફીચર ફિલ્મ શ્રેણીમાં છ મલયાલમ, પાંચ બાંગલા, પાંચ હિન્દી, ત્રણ મરાઠી તેમજ બે અંગ્રેજી ફિલ્મો છે. કોંકણી, કન્નકડ, મિસિંગ, ઓડિયા તથા તામિળની એક-એક ફિલ્મ પસંદગી પામી છે. ગેર ફીચર ફિલ્મ શ્રેણીમાં પાંચ હિન્દી, ત્રણ મલયાલમ, ત્રણ અંગ્રેજી, બે મરાઠી, બે કાશ્મીરી તથા એક કુરુખ ફિલ્મનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X