ફરી સસ્પેન્ડ થયું અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ!!
સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ બીજીવાર સસ્પેન્ડ કરવામાં આવ્યું.
સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ થોડા સમય પહેલાં જ ટ્વીટર ઇન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલા જેએનયૂની વિદ્યાર્થીની અને નેતા શાહિલા રાશિદ પર અભિજીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, આ અંગે ઘણા ટ્વીટર યુઝર્સે રિપોર્ટ પણ કરી હતી. આ કારણે ટ્વીટર ઇન્ડિયા દ્વારા અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ગઇ કાલે 29 મે ને સોમવારના રોજ અભિજીતે ટ્વીટર પર વાપસી કરી હતી અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, દેશ વિરુદ્ધ બોલનારને તેઓ નહીં છોડે. હજુ ટ્વીટર પર અભિજીતની વાપસીને એક જ દિવસ થયો ને તરત ફરી તેમનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જો કે, બીજીવાર અભિજીતનું એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ થયું એની પાછળનું કારણ સ્પષ્ટ નથી.
સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વીટને કારણે વિવાદોમાં રહે છે. એક અઠવાડિયા પહેલાં જ્યારે અભિજીતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયું ત્યારે સોનુ નિગમે આ વાતનો વિરોધ કરતાં ટ્વીટરને ગુડ બાય કહી દીધું હતું. સોનુ નિગમનું કહેવું હતું કે, જો અભિજીતને તેમની અભદ્ર ભાષા માટે સસ્પેન્ડ કરાયા હોય તો એ રીતે તો 90 ટકા ટ્વીટર યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ થવા જોઇએ. આ અન્યાય સામે સોનુ નિગમે ટ્વીટર જ છોડી દીધું હતું.
હવે બીજી વાર અભિજીતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ શું નવો વિવાદ થાય છે એ જોવું રહ્યું. સિંગર અભિજીત સોશિયલ મીડિયા પર કઇ રીતે વાપસી કરશે એ પણ જોવાનું રહે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
