બે બાળકોની માં બની સની લિયોન, શેર કરી ક્યૂટ તસ્વીર

Posted By:
Subscribe to Oneindia News

સની લિયોન લોકોનું દિલ જીતવામાં પાછળ નથી. સની લિયોન ની ફિલ્મો ભલે બોક્સઓફિસ પર ધમાલ મચાવતી ના હોય પરંતુ તેને ફેન્સ માટે સુપરહિટ સરપ્રાઈઝ આપ્યું છે. સની લિયોન ઘ્વારા સોશ્યિલ મીડિયા પર તેના બે દીકરાઓની તસ્વીર શેર કરવામાં આવી છે.

બોલિવૂડની હોટ અને ગ્લેમરસ સની લિયોન ઘ્વારા એક તસ્વીર શેર કરીને લખવામાં આવ્યું કે તેમના પરિવારમાં બે દીકરાઓ જોડાઈ ગયા છે. બંનેનું નામ અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબર રાખવામાં આવ્યું છે. આ ફોટોમાં સની લિયોન તેના પતિ ડેનિયલ અને ત્રણ બાળકો સાથે જોવા મળી રહી છે.

આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે જ સની લિયોને એક બાળકી ગોદ લીધી હતી. જેનું નામ નિશા કૌર વેબર રાખ્યું હતું. સની લિયોને પોસ્ટમાં લખ્યું છે કે આટલો સુંદર અને મોટો પરિવાર મેળવીને અમે ઘણા ખુશ છીએ.

નિશા ને ગોદ લીધા પછી સની લિયોન ઘણી વાર મીડિયા સામે પોતાની દીકરી સાથે જોવા મળી છે. તેને જણાવ્યું કે નિશા આવ્યા પછી તેમનું જીવન બિલકુલ બદલાઈ ગયું. તે પોતાની દીકરીને વધુ સમય આપવાની કોશિશ કરે છે.

સરોગેસી થી દીકરાઓ

સરોગેસી થી દીકરાઓ

સની લિયોન અને ડેનિયલ વેબર ને આ દીકરાઓ સરોગેસી ઘ્વારા થયા છે. સની લિયોને પોતાના નિવેદનમાં આ વાતની જાણકારી આપી હતી.

ડેનિયલ વેબરે જણાવ્યું

ડેનિયલ વેબરે જણાવ્યું

ડેનિયલ વેબરે જણાવ્યું કે અમારા જીવનમાં ખુબ અનમોલ પળ છે. અહીં એક નવા ચેપટર ની શરૂઆત થશે. જીવનમાં આગળ પણ સારા પળોની આશા કરું છું.

ગોદ લીધેલી દીકરી

ગોદ લીધેલી દીકરી

આપણે જણાવી દઈએ કે 36 વર્ષીય સની લિયોનના લગ્ન વર્ષ 2011 દરમિયાન ડેનિયલ વેબર સાથે થયા હતા. તેમને ગયા વર્ષે જ જુલાઈમાં દીકરી નિશા ને ગોદ લીધી હતી.

પૂરો સમય આપે છે

પૂરો સમય આપે છે

સની લિયોને જણાવ્યું કે સવારે શૂટિંગ પર જતા પહેલા તેઓ તેમની દીકરી નિશા સાથે સમય પસાર કરે છે. ક્યારેક તેઓ નિશા ને સેટ પર પણ લઇ જાય છે.

ફેમિલી

ફેમિલી

સની લિયોને જણાવ્યું કે તેઓ ભગવાન નો આભાર માને છે કે તેમને આટલી સારી ફેમિલી મળી. તેના માટે તેઓ ગર્વ અનુભવે છે.

હેપી ફેમિલી

હેપી ફેમિલી

આ વાતમાં કોઈ જ શંકા નથી કે સની લિયોને તેના ફેન્સ ને ખુબ જ સુંદર સરપ્રાઈઝ આપ્યું છે. અમારી તરફથી તેમને ખુબ ખુબ અભિનંદન.

English summary
Sunny Leone welcomes twins with husband Daniel Weber. Check out the first picture. The two are now parents to three children.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.