તનુશ્રી દત્તા મંગળવારે નાના પાટેકર સામે પોતાનું નિવેદન નોંધાવશે

નાના પાટેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા પછી તનુશ્રી દત્તાએ થોડા દિવસ પછી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

નાના પાટેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા પછી તનુશ્રી દત્તાએ થોડા દિવસ પછી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદ પર પર કાર્યવાહી કરતા તનુશ્રી દત્તાને પોતાનું નિવેદન નોંધાવવામાં માટે બોલાવી છે. તનુશ્રી દત્તાના વકીલ નીતિન સતપુતે ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે મંગળવારે તનુશ્રી દત્તાને પોતાની નિવેદન નોંધાવવા માટે બોલાવી છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: તનુશ્રી અને નાના પાટેકર વિવાદ વચ્ચે સપનાએ પણ જણાવી પોતાની સાથે થયેલી ઘટના

હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે તનુશ્રી

હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે તનુશ્રી

તનુશ્રી દત્તાએ 10 વર્ષ જુના મામલામાં મુંબઈ પોલીસના ઓશિવારા પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2008 દરમિયાન "હોર્ન ઓકે પ્લીઝ" ફિલ્મના સેટ પર નાના પાટેકર અને ગણેશ આચાર્યએ તેનું યૌનશોષણ કર્યું હતું. આ મામલે મીડિયા સાથે વાત કરતા તનુશ્રી દત્તાના વકીલે કહ્યું કે આ મામલે પોલીસે કોઈ એક્શન નહીં લીધું તો તેઓ હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છે. તનુશ્રી દત્તાએ 10 વર્ષ પહેલા જ યૌન ઉત્પીડન અંગે ખુલાસો કર્યો હતો પરંતુ તે સમયે કોઈએ પણ તેની વાત સાંભળી ના હતી.

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

જ્યાં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ખુબ જ સંગીન આરોપ લગાવ્યા છે. ત્યાં જ નાના પાટેકરે આ બધા જ આરોપોનું ખંડન કર્યું છે. નાના પાટેકરે આ મામલે તનુશ્રી દત્તાને ખોટી ગણાવીને તેને નોટિસ મોકલી છે. એટલું જ નહીં પરંતુ વિવેક અગ્નિહોત્રી તરફથી પણ તનુશ્રી દત્તાને નોટિસ આપવામાં આવી છે.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X