'હમ્મા-હમ્મા'માં આદિત્ય-શ્રદ્ધાની હોટ કેમેસ્ટ્રિ

Written By:
Subscribe to Oneindia News

'ઓકે જાનુ'નું ટ્રેલર રિલિઝ થયા બાદ લોકો તેના ગીત 'હમ્મા-હમ્મા'ના રિલિઝ થવાની રાહ જોતા હતા. આ ફિલ્મમાં એ.આર.રહેમાને સંગીત આપ્યું હોવાથી લોકોને ગીત સાંભળવાની વધુ આતુરતા હોય એ સ્વાભાવિક છે.

ok janu

હમણાં જાણે જૂના ગીતોને નવા અંદાજમાં રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. ગઇ કાલે જ 'કાબિલ'નું નવું ગીત રિલિઝ થયું છે, જેમાં હોય ઉર્વશી રૌતેલા અમિતાભના ફેમસ સોન્ગ 'સારા ઝમાના' પર ઠુમકા લગાવતી નજરે પડે છે અને આજે 'ઓકે જાનુનું' સોન્ગ રિલિઝ થયું છે, જે 90ના દાયકાની ફિલ્મ 'બોમ્બે'નું સુપરહિટ સોન્ગ હતું, આ સોન્ગ દ્વારા એ.આર.રહેમાનને જાણે નવી ઓળખાણ મળી હતી. આદિત્ય-શ્રદ્ધાની આ ફિલ્મમાં એ.આર,રહેમાને ગીતને જરા અલગ રીતે રજૂ કર્યું છે.

આ ગીતમાં આદિત્ય અને શ્રદ્ધાની હોટ અને સેન્સ્યૂસ કેમેસ્ટ્રિ જોવા મળે છે. આદિત્ય-શ્રદ્ધા બોલિવૂડનું હોટ ઓન-સ્ક્રિન કપલ છે, એટલે લોકોને આ ગીત ખૂબ જ ગમશે એ વાત તો ચોક્કસ છે.

આ ગીત બાદશાહ, એ.આર.રહેમાન અને તનિષ્કે ગાયું છે. તમે પણ સાંભળો 'ઓકે જાનુ'નું આ નવું મેલોડિયસ સોન્ગ!

English summary
Humma Humma song of Ok jaanu is out, Aditya Roy Kapoor and Shraddha Kapoor are looking mind blowing together.
Please Wait while comments are loading...