સુપરહિટ ફિલ્મ ભૂલ ભૂલૈયા સિક્વલમાં આ નવા સ્ટારની એન્ટ્રી થશે

2007 માં આવેલી અક્ષય કુમારની સુપરહિટ હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' ની સિક્વલની ખૂબ ચર્ચા થઇ રહી છે. તે વાતની પહેલેથી પુષ્ટિ થઇ ચુકી છે કે ફિલ્મમાં સ્ટારકાસ્ટ સંપૂર્ણપણે અલગ હશે.

2007 માં આવેલી અક્ષય કુમારની સુપરહિટ હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' ની સિક્વલની ખૂબ ચર્ચા થઇ રહી છે. તે વાતની પહેલેથી પુષ્ટિ થઇ ચુકી છે કે ફિલ્મમાં સ્ટારકાસ્ટ સંપૂર્ણપણે અલગ હશે. વિકી કૌશલનું, રાજકુમાર રાવ અને આયુષ્માનનું નામ પહેલા અક્ષય કુમારના પાત્ર માટે બહાર આવ્યાં હતાં. નવી રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં કાર્તિક આર્યન ફાઇનલ થઇ શકે છે.

જી હા, ભૂલ ભૂલૈયા 2 માં અક્ષય કુમાર વાળા કિરદારમાં કાર્તિક જોવા મળી શકે છે. સમાચાર એ છે કે થોડા દિવસ પહેલા કાર્તિક ભૂલ ભૂલૈયા 2 ના નિર્માતાઓને મળવા માટે ગયા હતા. આશા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમાં કોઈ શંકા નથી કે આ મોટી મૂવી કાર્તિકના હાથમાં આવી શકે છે.

આ પણ વાંચો: 9 વર્ષમાં 14 ફિલ્મો 100 કરોડને પાર, સલમાન ખાનનો શાનદાર રેકોર્ડ

ભૂલ ભૂલૈયા 2ની કહાની ફરહાદ સામજીએ લખી છે. જો ખબરોનું માનીએ તો ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટીમ સ્ટારકાસ્ટ ફાઇનલ કરી રહી છે. ટૂંકસમયમાં જ ફિલ્મ ફ્લોર પર આવી શકે છે. જોકે, કાર્તિક હાલમાં બેક ટૂ બેક આવનારી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

પતિ, પત્ની ઓર વો

પતિ, પત્ની ઓર વો

ફિલ્મ પતિ, પત્ની ઓર વોની રિમેકમાં પણ કાર્તિક જોવા મળશે. ફિલ્મમાં કાર્તિકની ઓપોઝીટ ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝ કરી રહ્યા છે. આ 6 ડિસેમ્બર, 2019 ના રોજ રિલીઝ થશે.

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ

ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારાહ અલી ખાનની જોડી જોવા મળશે. આ ફિલ્મને 'લવ આજ કલ' સિક્વલ કહેવામાં આવી રહી છે.

100 કરોડની ફિલ્મ સાથે બદલ્યો સ્ટાર

100 કરોડની ફિલ્મ સાથે બદલ્યો સ્ટાર

વર્ષ 2018 માં સોનૂ કે ટીટૂ કી સ્વીટીની સફળતા પછી, કાર્તિકે ખૂબ જ લાઈમલાઈટ મેળવી છે. આ ફિલ્મએ 100 કરોડથી વધુની કમાણી કરી હતી. સાથે કાર્તિકના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

બેક ટૂ બેક હિટ ફિલ્મો

બેક ટૂ બેક હિટ ફિલ્મો

સોનૂ કે ટીટૂ કી સ્વીટી પછી, કાર્તિકની ફિલ્મ લુકા છુપી પણ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મએ લગભગ 94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વધુ ફેન ફોલોઇંગ

વધુ ફેન ફોલોઇંગ

કાર્તિકની ફેન ફોલોઇંગ પણ ખુબ વધુ છે. ખાસ કરીને ફિમેલ ફેન્સ.સોશિયલ મીડિયા પર કાર્તિકના ફોટાઓ ખુબ જ પસંદ કરાય છે.

હિટ સ્ટાર

હિટ સ્ટાર

યંગ એક્ટર્સની સૂચિમાં કાર્તિક ઘણો આગળ વધી ગયો છે. બેક ટૂ બેક હિટ ફિલ્મો આપ્યા બાદ, કાર્તિક નિર્માતા-દિગ્દર્શકોની યાદીમાં પણ ઉપર આવી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X