Twitter Jokes On PK : ડાન્સિંગ કારમાં સન્ની લિયોનની જરૂર હતી....
મુંબઈ, 8 જાન્યુઆરી : વિધુ વિનોદ ચોપરા નિર્મિત, રાજકુમાર હીરાણી દિગ્દર્શિત, આમિર ખાન તેમજ અનુષ્કા શર્મા અભિનીત પીકે ફિલ્મ તેના પ્રથમ પોસ્ટરથી લઈ રિલીઝ થયા બાદ સુધી સતત અનેક વિવાદોમાંથી પસાર થતી રહી છે.
બીજી બાજુ પીકે ફિલ્મ બૉક્સ ઑફિસે એક પછી એક નવા રેકૉર્ડ્સ સ્થાપી રહી છે. જોકે ફિલ્મની વાર્તા અને વળાંકો અંગે અનેક પ્રકારના સવાલો ઊભા થતા રહ્યા છે. આ સવાલોનો કોઈ જવાબ નથી રાજકુમાર હીરાણીએ આપ્યો કે નથી આમિર ખાને. ફિલ્મમાં અનેક પ્રકારની ત્રુટિઓ પણ છે કે જે અમુક જગ્યાએ આશ્ચર્ય ઉપજાવે છે, તો અમુક જગ્યાએ હાસ્ય. પીકેની ત્રુટિઓ અંગે ટ્વિટર ઉપર જોક્સનો મારો ચલાવાઈ રહ્યો છે.
ચાલો તસવીરો સાથે આપને બતાવીએ પીકે અંગે Funny ટ્વિટર જોક્સ :

nv @nvideafactory
શું તમે જાણો છો કે પીકેનું બિગેસ્ટ સ્ક્રીનપ્લે ફૉલ્ટ શું છે? પીકે એક વેશ્યા પાસેથી ભોજપુરી ભાષા સહિત બધુ જાણી લે છે, પરંતુ કંડોમ વિશે નથી જાણી શકતો.

Mihir Bijur @MihirBijur
રાજૂના માતાએ ફરહાનના પિતા સાથે લગ્ન કર્યાં. એટલે જ આઘાત પામી રૅંચો બીજા પ્લૅનેટે જતો રહે છે અને પોતાનું નામ બદલી પીકે રાખી લે છે.

Retarded Writer @retardedwriter
પીકેમાં અનુષ્કા કરતા સન્ની લિયોન વધુ સારી એક્ટિંગ કરી શકત, પણ ડાન્સિંગ કારમાં!

vipul meena gandhi @vipul2777
પીકે દેખને ગયા થા... ટિકટ્સ કી પ્રાઇઝ દેખી, તો પીકે આ ગયા...

AbhishekBharathkumar @abhishekbkumar
પીકેએ ભારત અને સમગ્ર વિશ્વમાં રેકૉર્ડ્સ બનાવ્યાં, તો વીકે ઑસ્ટ્રેલિયામાં રેકૉર્ડ્સ બનાવી રહ્યાં છે. પીકે, વીકે (વિરાટ કોહલી)ની સફળતાની તમામ ક્રેડિટ અનુષ્કા શર્માને જાય છે.

Sanjeev Pradhan @sanjeevpradhan
પીકેના નિર્માતાઓએ વિરોધીઓનો આભાર વ્યક્ત કરવો જોઇએ. તેમણે પીકેના પ્રમોશનમાં સાચે જ મદદ કરી છે.

Vihar Gandhi @vihardngems
પીકે જોયા બાદ મને અહેસાસ થયો કે હૃતિક રોશનની એક્ટિંગ અને એક્સપ્રેશન આમિર ખાન કરતા બેટર છે.

Twitvention @Twitvention
જ્યારે પીકેમાં આમિર ખાન લાગણીશીલ થાય છે, ત્યારે તેમના એક્સપ્રેશન સત્યમેવ જયતેના એક્સપ્રેશન સાથે મળતા આવે છે. આ વાતથી સ્પષ્ટ છે કે આમિરે પીકે કરતા સત્યમેવ જયતેમાં સારું અભિનય કર્યું.

Saurabh Panchal @saurabhgpanchal
સત્યમેવ જયતેમાં લગાનનો ભુવન લગે રહો મુન્નાભાઈના બટુક મહારાજ સાથે વાત કરે છે.

@bhalomanush
પીકેનો પહેલો હાફ : જ્યારે એલિયન ધરતી પર ઉતરે છે, ત્યારે શું વિચારતો હશે?
પીકેનો બીજો હાફ : હિન્દી ફિલ્મમાં એક સુપરસ્ટાર કઈ રીતે બધાને બચાવતો હશે?

Sudip Chakraborty @sudip2003
પીકેમાં ટીવી શો દરમિયાન કૅમેરો આમિર ખાનના ચહેરા ઉપર ઝૂમ ઇન કરવામાં આવે છે, જ્યારે સત્યમેવ જયતેના ચિંતાગ્રસ્ત આમિર ઉપરથી ઝૂમ આઉટ કરવામાં આવે છે. આ બધુ સ્વપ્નવત હતું...

Gaurav @brightkknight
પીકે ઓહ માય ગૉડ કરતા માત્ર એક જ કારણસર જુદી પડે છે અને તે કારણ છે બૉયકટ પીકે.












Click it and Unblock the Notifications
