વિશ્વરૂપમ : મહાન કલાકારની મહાન કૃતિ
અમદાવાદ, 1 ફેબ્રુઆરી : અંતે કમલ હસનની વિવાદાસ્પદ ફિલ્મ વિશ્વરૂપમનું હિન્દી વર્ઝન આજે અમદાવાદ-ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં રિલીઝ થઈ ગયું. વિવાદના પગલે ફિલ્મ લોકોના મગજ ઉપર ચડી ગઈ છે. લોકો જાણવા આતુર છે કે આખરે ફિલ્મમાં એવું શું છે કે જેના માટે એક કલાકારે લાગણીશીલ બની દેશ છોડવા જેવી ધમકી આપી દીધી?
ફિલ્મનો પ્રથમ શો જોઈ આવેલા કેટલાંક લોકોએ ફિલ્મ અંગે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. તે વાંચ્યા બાદ માત્ર એટલું જ કહી શકાય કે ફિલ્મ વિશ્વરૂપમ હકીકતમાં મહાન કલાકારની મહાન કૃતિ છે. આ ફિલ્મ દરેક ભારતીયે જોવી જોઇએ કે જે પોતાના દેશ સાથે પ્રેમ કરતો હોય.
એક દર્શકે જણાવ્યું કે મેં ફિલ્મ વિશ્વરૂપમ જોઈ અને વિચારવા માટે વિવશ થયો કે આટલી બહેતરીન ફિલ્મ લોકો કેમ રોકી રહ્યાં છે? જ્યારે લોકો મનોરંજનના નામે માત્ર કચરો જોતા હોય, ત્યારે કોઈ હોબાળો નથી થતો, પરંતુ આજે કોઇકે દિલના સ્પર્શનાર ફિલ્મ બનાવી, તો તેમાં આટલો બધો હંગામો કેમ? ફિલ્મમાં કોઈ ખામી નથી અને નથી કોઈ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી. આ ફિલ્મ કમલ હસનની મહાન કૃતિઓમાંની એક છે. તેની ઉપર પ્રતિબંધ કળાનું અપમાન છે.
એક યુવતીએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે કે ફિલ્મ મેં જોઈ અને બસ જોતી જ રહી ગઈ. કમલ હસન એક ગ્રેટ કલાકાર છે. હું તેમની ફૅન છું અને આજે આ ફિલ્મ બાદ વધુ મોટી ફૅન થઈ ગઈ છું. મને નથી લાગતું કે હોબાળો કરનાર લોકોમાંથી કોઇએ પણ આ ફિલ્મ જોઇ છે, કારણ કે ફિલ્મમાં એવું કંઈ છેજ નહીં કે જેનાથી લાગણી દુભાય.













Click it and Unblock the Notifications
