TRAILER: "પ્રેમ રતન ધન પાયો" પ્રેમ ઇઝ બેક

ખાસ કરીને સલમાનના ફેન્સ જેની પ્રથમ ઝલક માટે બેતાબ હતા તેમના માટે આજે આનંદના સમાચાર છે. સલમાન ખાનની આગામી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નું ટ્રેલર લોન્ચ થઈ ગયુ છે. લગભગ 16 વર્ષ બાદ આ ફિલ્મથી સલમાન અને નિર્દેશક સૂરજ બડજાત્યા ફરી એકવખત દર્શકોના દિલ પર જાદુ ચલાવવા માટે તૈયાર છે. વેલ, ટ્રેલર પરથી એટલુ ચોક્કસ કહી શકાય છેકે ફિલ્મ ફેમિલિ ડ્રામા અને એક્શનથી ભરપુર હશે.

રાજશ્રી પ્રોડક્શન હેઠળ બનેલી પ્રેમ રતન ધન પાયોમાં સલમાન સિવાય સોનમ કપૂર, અરમાન કોહલી, નીલ નીતિન મુકેશ, અનુપમ ખેર અને સ્વરા ભાસ્કર મુખ્ય ભુમિકાઓમાં જોવા મળશે.

સલમાનનો ડબલ તડકા

સલમાનનો ડબલ તડકા

જે પહેલેથી ચર્ચાઇ રહ્યું છે, તેવી જ રીતે લાગી રહ્યું છેકે સલમાન ખાન ફરી એક વખત ડબલ રોલમાં જોવા મળશે. સલમાન ખાનનો એક રોલ રાજકુમાર 'પ્રેમ'નો હશે, જ્યારે બીજો રોલ ફાઇટર 'વિજય'નો હશે.

રોમાન્સ

રોમાન્સ

ફિલ્મમાં પહેલી વાર સલમાન સાથે સોનમ કપૂર રોમાન્સ કરતી જોવા મળશે. સોનમ કપૂર એક રાજકુમારીના રોલમાં જોવા મળશે. સોનમના ફેન્સને સોનમ એક નવા અવતારમાં જોવા મળશે.

એક્શન

એક્શન

રાજ શ્રી પ્રોડક્શન અને સુરજ બડજાત્યાની ફિલ્મોની ખાસિયત હોય છે કે તેમની ફિલ્મમાં એક થપ્પડ પણ જોવા નથી મળતી, પરંતુ આ ફિલ્મમાં સમયની માંગ સાથે સુરજ બડજાત્યાએ પણ એક્શનનો તડકો માર્યો છે.

હીમેશ રેશમીયા

હીમેશ રેશમીયા

સલમાન અને સુરજ બડજાત્યાની ફિલ્મોમાં મ્યુઝિક એક એવી ફ્લેવર હોય છે, જે ફિલ્મને હીટ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. સલમાનના ફ્રેન્ડ હીમેશ રેશમીયાએ ફિલ્મમાં સંગીત આપ્યું છે, જોવાનું એ રહેશે કે દર્શકો મ્યુઝીકને કેટલું પસંદ કરે છે.

ગીતો

ગીતો

સુરજ બડજાત્યાની ફિલ્મો લાંબી હોય છે, અને ફિલ્મોમાં ગીતો પણ લાંબા હોય છે. જો કે ફિલ્મમાં કેટલાક ટ્રેડિશ્નલ સોંગ્સ પણ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં બોલિવૂડની સૌથી લાંબી સોંગ સિક્વન્સ છે. આ ગીત 13 મિનિટ જેટલું લાંબું છે. સલમાન ખાન 13 મિનિટ સુધી ડાન્સ કરતો જોવા મળશે.

ટ્રેલરમાં સ્ટારકાસ્ટ

ટ્રેલરમાં સ્ટારકાસ્ટ

ફિલ્મમાં સલમાન અને સોનમ સિવાય નીલ નીતિન મુકેશ, સ્વરા ભાસ્કર, અને અનુપમ ખેર પણ સપોર્ટિંગ રોલ્સમાં છે. જેમના રોલની પણ એક અલગ છાપ જોવા મળી રહી છે.

રિલીઝ ડેટ

રિલીઝ ડેટ

180 કરોડમાં બનેલી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. ફિલ્મ દિવાળી પર 12 નવેમ્બરે રીલિઝ થશે.

સરવાળે ફેમિલી ડ્રામા

સરવાળે ફેમિલી ડ્રામા

સૂરજ બડજાત્યાની ફિલ્મમાં પરિવારની જ વાત હોય છે. ફિલ્મમાં એક્શન, રોમાન્સ, મ્યુઝિક બધુ જ છે. ટ્રેલર જોઇને લાગે છે કે સ્વચ્છ ફિલ્મ છે જેને પરિવાર સાથે બેસીને જોઇ શકાશે.

Prem Ratan Dhan Payo

Prem Ratan Dhan Payo

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X