For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિતુપર્ણો ઘોષે ઉઠાવ્યો બર્ફીને ઑસ્કારમાં મોકલવા સામે સવાલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 સપ્ટેમ્બર : હંમેશા અસામાન્ય ફિલ્મો બનાવતાં તેમજ લોકો કરતાં જુદી વિચારધારા ધરાવતાં નિર્માતા-દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષે અનુરાગ બાસુની બર્ફીના ઑસ્કાર નૉમિનેશન સામે સવાલ ઊભો કર્યો છે. બંગાળી દિગ્દર્શકે ટ્વિટર પર લખ્યું છે કે શું બર્ફીનુ ઑસ્કાર માટે નૉમિનેશન સો ટકા યોગ્ય છે? હંમેશા ઑસ્કાર માટે બૉલીવુડને જ પ્રાધાન્ય કેમ અપાય છે? શું પ્રાદેશિક ફિલ્મોમાં યોગ્યતા નથી કે તેમને નવાજવામાં આવે?

ઘોષે લખ્યું છે, ‘જોકે મેં બર્ફી જોઈ નથી. તેથી હું આ ફિલ્મ અંગે કૉમેન્ટ નહિં કરૂં, પણ એ સાચુ છે કે હંમેશા પ્રાદેશિક સિનેમાની અવગણના કરવામાં આવે છે. હું ભેદભાવની આ પ્રક્રિયા અંગે નારાજ છું. છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર બે પ્રાદેશિક ફિલમો મરાઠી ફિલ્મ હરિશ્ચંદ્રાચી ફેક્ટરી (2009) અને મલયાલમ ફિલ્મ અદામિટે મકેન અબુ (2011)ને જ ઑસ્કાર પુરસ્કાર માટે મોકલવામાં આવી છે.'

આપને જણાવી દઇએ કે જ્યારથી અનુરાગ બાસુની ફિલ્મ બર્ફીને ઑસ્કાર માટે મોકલવાની વાત થઈ છે, ત્યારથી જ બર્ફી સામે પ્રશ્નો ઊભા થયાં છે. કોઈકે તેની વાર્તામાં કૉપીના આરોપો લગાવ્યાં, તો કોઈકે જણાવ્યું કે બર્ફી કરતાં વધુ સારી ફિલ્મો છે ઑસ્કાર માટે, પરંતુ મોટા નામોને પગલે બર્ફીને ઑસ્કાર માટે મોકલવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અનુરાગ બાસુની બર્ફી 14મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાન ડી'ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણબીર બહેરા-મૂંગાના પાત્રમાં છે. 70ના દાયકાની વાર્તા જોઈ લોકો ઘણા આશ્ચર્યચકિત છે. ફિલ્મ બૉક્સ ઑફિસે સારી કમાણી કરી રહી છે. કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી 76 કરોડનો બિઝનેસ કર્યો છે.

English summary
Why Barfi for Oscars, asks Rituparno Ghosh on Twitter. Why all Indian Oscar nominations have come from Bollywood he Asked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X