For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ તસવીરો : ઓબામાના ટેકામાં ઉતર્યુ હૉલીવુડ

|
Google Oneindia Gujarati News

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચુંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ વર્ષે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યાં છે બરાક ઓબામા અને મિટ રોમની. એક બાજુ બરાક ઓબામાના પક્ષે ફરી એક વાર હૉલીવુડ સિતારાઓનો જમાવડો થયો છે, તો બીજી બાજુ મિટ રોમની અંગે અમેરિકાના નાગરિકો મુંઝવણમાં છે. ઓબામાને લગભગ 181 હૉલીવુડ સ્ટાર્સ ટેકો આપી રહ્યાં છે. ઓબામા જ્યારે પહેલી વાર રાષ્ટ્રપતિ પદ માટે ઊા થયા હતાં, ત્યારે પણ હૉલીવુડની અનેક બ્લૅક સેલિબ્રિટીઓએ ઓબામાને ટેકો આપ્યો હતો. અહીં સુધી કે ચુંટણી પ્રચાર માટે તેમણે પૈસા પણ એકત્ર કર્યા હતાં.

આ વખતે ઓબામાના ટેકામાં આવનાર હૉલીવુડ એક્ટરોમાં જ્યૉર્જ ક્લૂની, રૉબર્ટ રેડફોર્ડ, બાર્બરા સ્ટ્રીસૅન્ડ વગેરેનોસમાવેશ થાય છે. એમ પણ અમેરિકામાં મોટાભાગે જોવાયું છે કે હૉલીવુડસિતારાઓ ડેમોક્રેટિક પાર્ટીને જ ટેકો આપે છે. ઓબામા ડેમોક્રેટિક ઉમેદવાર છે. તેમને પણ આ જ કારણસર સૌથી વધુ હૉલીવુડ સિતારાઓનો ટેકો મળી રહ્યો છે.

હૉલીવુડ અભિનેતા જ્યૉર્જ ક્લૂનીને ઓબામા પોતાના સૌથી સારા મિત્ર અને ટેકેદાર બતાવે છે. ઓબામાના ચુંટણી પ્રચાર માટે તેમણે લૉસએંજલ્સમાં એક પ્રોગ્રામ કર્યું. તેના દ્વારા એકત્ર કરાયેલ ડોઢ કરોડ ડૉલર તેમણે ચુંટણી દરમિયાન ખર્ચ્યા.

ઓબામા દ્વારા ચુંટણી માટે ચલાવાતી જાહરેતોમાં પણ અનેક હૉલીવુડ સિતારાઓ નજરે પડ્યાં. આ સિતારાઓએ બરાક ઓબામા સાથે જોડાયેલી અનેક સારી વાતો લોકો સાથે શૅર કરી અને સાથે જ તેમને વોટ આપી વિજયી બનાવવાની અપીલ કરી. આ અગાઉ જ્યારે ઓબામાએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીનો દાવો કર્યો હતો, ત્યારે નાસ, વિનફ્રે, ડેબ્બી એલેન, ટાયાના અલી, મૉર્ગન ફ્રીમૅન જેવા મોટા-મોટા હૉલીવુડ સિતારાઓએ તેમને ટેકો આપ્યો હતો અને સાથે જ ચુંટણી પ્રચાર માટે વિપુલ પ્રમાણમાં ફાળો પણ આપ્યો હતો.

આવો આપ પણ મળો આ વખતની ચુંટણીમાં ઓબામાના ટેકામાં ઊભેલા હૉલીવુડ સિતારાઓને :

બેયોન્સ એન્ડ જે

બેયોન્સ એન્ડ જે

હૉલીવુડ એક્ટ્રેસ બેયોન્સ એન્ડ એક્ટર જેનો બરાક ઓબામાના ટેકામાં ઊેલા 181 હૉલીવુડ સ્ટાર્સમા સમાવેશ થાય છે.

ક્રિસ રૉક

ક્રિસ રૉક

અમેરિકન કૉમેડિયન, એક્ટ્ર, સ્ક્રીન રાઇડર, ટેલીવિઝન પ્રોડ્યુસર અને ડાઇરેક્ટર ક્રિસ્ટોફર જૂલિયસ રૉકનો પણ ઓબાના ટેકેદાર હૉલીવુડ એક્ટરોમાં સમાવેશ થાય છે.

કેટી પેરી

કેટી પેરી

સુંદર અમેરિકન સિંગર અને એક્ટ્રેસ કેટી પેરી પણ ઇચ્છે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બરાક ઓબામા જ બેસે.

લૅડી ગાગા

લૅડી ગાગા

અમેરિકન સિંગર અને સૉંગ રાઇટર લૅડી ગાગા પણ ડેમોક્રેકિટક પાર્ટીના લીડર બરાક ઓબામાના સમર્થનમાં જ છે.

મારિયા કેરે

મારિયા કેરે

1990થી હૉલીવુડમાં સિંગર તરીકે પોતાનું કૅરિયર શરૂ કરનાર સિંગર, પ્રોડ્યુસર અને એક્ટ્રેસ મારિયા કેરે પણ બરાક ઓબામાને ટેકો આપતાં હૉલીવુડ સ્ટાર્સમાંનાં એક છે.

રિકી માર્ટિન

રિકી માર્ટિન

12 વર્ષની ઉંમરથી જ પૉપ સિંગર ગ્રુપ સાથે સિંગિંગમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર હૉટ એન્ડ હૅન્ડસમ રિકી માર્ટિન ઓબામાના ટેકેદાર છે.

એને હાથવે

એને હાથવે

સ્ટેજ આર્ટિસ્ટ તરીકે પોતાનું કૅરિયર શરૂ કરનાર એક્ટ્રેસ એને હાથવે ઓબામાના પાક્કા ટેકેદાર છે. તેમણે રેડિયો સ્ટેશન પરથી પણ ઓબામાને વોટ આપવા માટે લોકોને અપીલ કરી.

સ્કારલેટ જૉન્સન

સ્કારલેટ જૉન્સન

સ્કારલેટ જૉન્સન પણ રેડિયો સ્ટેશનો પરથી ઓબામા માટે ચુંટણી પ્રચાર કરતાં ટેકેદારોમાંનાં એક છે.

સૅમ્યુઅલ એલ જૅક્સન

સૅમ્યુઅલ એલ જૅક્સન

અમેરિકન ફિલ્મ એક્ટર તેમજ ફિલ્મ પ્રોડ્યુસર સૅમ્યુઅલ એલ જૅક્સન પણ બરાક ઓબામાના પાક્કા ટેકેદાર છે. તેમણે પણ સ્કારલેટ તથા એને હાથવે સાથે મળી અમેરિકાના રેડિયો સ્ટેશનોના માધ્યમથી ઓબામા માટે ચુંટણી પ્રચાર કર્યું.

English summary
Barack Obama has so many Hollywood Celebrity who are supporting him very strongly. Celebrities like Katy Perry, Ricky Martin, Lady Gaga and Anne Hathaway are supporting Barack Obama. It is said that America Hollywood stars always support Democratic leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X