મનમોહન સિંહને મળ્યા કપિલ શર્મા, જાણો શુ વાતચીત થઇ
કોમેડિયન અને એક્ટર કપિલ શર્માએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે મુલાકાત કરી છે.
કોમેડિયન અને એક્ટર કપિલ શર્માએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે મુલાકાત કરી છે. મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરુશરણ કૌરને તેમના ઘરે મળવા પહોંચેલા કપિલ શર્માએ સોશ્યિલ મીડિયા પર તેમની સાથે મુલાકાતની ફોટો શેર કરી છે. કપિલ શર્માએ જણાવ્યું કે મુલાકાત દરમિયાન પૂર્વ પીએમ થી પંજાબ, અમૃતસર અને પોતાના કોલેજ વિશે ઘણી વાતો થઇ.
આ પણ વાંચો: સોનુ નિગમની થઈ ગઈ એવી હાલત, આપણને સૌને પણ આમ ન કરવા ચેતવ્યા

પૂર્વ પીએમ વિશે કંઈક આવું બોલ્યા કપિલ શર્મા
કપિલ શર્માએ મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરુશરણ કૌર સાથે મુલાકાત પછી ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટો શેર કરી. કપિલે પોતાની ટવિટમાં લખ્યું કે મનમોહનજી અમારું સારું સ્વાગત કરવા, સત્કાર અને અમૃતસરની જડોની સાથે સાથે ખાસ કરીને અમારી કોલેજ અને ખાવા વિશે વાતચીત કરવા માટે ધન્યવાદ.

મનમોહન સિંહ ખુબ જ વિનમ્ર
કપિલ શર્માએ મનમોહન સિંહ માટે લખ્યું કે તમારા જેવા વિનમ્ર અને સરળ નેતા સાથે મુલાકાત અને મેડમ (ગુરુશરણ કૌર) ના આશીર્વાદ મેળવવું ખુબ જ સમ્માનજનક હતું. તેમના માટે સાદર પ્રણામ. કપિલ શર્માએ થોડા દિવસ પહેલા પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

કપિલ શર્મા નરેન્દ્ર મોદીને પણ મળ્યા
હાલમાં જ કપિલ શર્માએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત પછી તેમને પીએમ મોદી સાથે ફોટો ટવિટ કરીને તેમના સેન્સ ઓફ હ્યુમર વિશે વખાણ કર્યા હતા. કપિલ શર્મા થોડા સમયના બ્રેક પછી પોતાના કોમેડી શૉ સાથે ફરી આવી ચુક્યા છે. કપિલ શર્માની ઓળખ કોમેડિયન તરીકે રહી છે પરંતુ કપિલ શર્મા ટીવી શૉ સાથે સાથે ફિલ્મો પણ કરી ચુક્યા છે. હાલમાં જ કપિલે તેની ગર્લફ્રેંડ ગિન્ની સાથે લગ્ન કર્યા છે.












Click it and Unblock the Notifications
