બિગ બોસ 10: મનુને લાગ્યો ડર.. મોનાને આપી સલાહ

Subscribe to Oneindia News

બિગ બોસના ઘરમાં દર્શકોને રોજેરોજ નવા નવા ડ્રામા જોવા મળે છે જેને દર્શકો એંજોય પણ કરી રહ્યા છે. ઘરમાં સૌથી વધારે જો કોઇએ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કર્યુ હોય તો એ છે સ્વામી ઓમજી અને મનુ-મોનાલીસાની દોસ્તી.

મોનાને ઘર છોડવાની સલાહ

મોનાને ઘર છોડવાની સલાહ

આ દોસ્તીના નાતે મનુ મોનાને ઘર છોડવાની સલાહ આપી દે છે. ઘરમાં કોઇ વાતને લઇને મોના દુખી હતી ત્યારે મનુ તેને સાંત્વના આપવાને બદલે તેને કહે છે કે તેણે ઘરમાંથી બેઘર થવા માટે પોતાને નોમિનેટ કરી દેવી જોઇએ.

મનુ અને મોનાની દોસ્તીની ચર્ચા

મનુ અને મોનાની દોસ્તીની ચર્ચા

મનુ કહે છે કે જે પણ કારણે તે આ શો નો હિસ્સો બની હોય એ સપનુ તેનુ પૂરુ થશે. તેણે પોતાને ઘરથી બેઘર થવા માટે નોમિનેટ કરવી જોઇએ. તમને જણાવી દઇએ કે ઘરમાં બધા જ દબાયેલા સ્વરે મનુ અને મોનાની દોસ્તીની ચર્ચા કરતા હોય છે.

મોના ખૂબ ગુસ્સે થઇ

મોના ખૂબ ગુસ્સે થઇ

સ્વામીજીએ તો બધાની સામે બંનેની દોસ્તી પર સવાલ ઉઠાવ્યા હતા. જેના પર મોના ખૂબ ગુસ્સે થઇ હતી. હાલમાં જ આદિ માનવ ટાસ્ક દરમિયાન મોના-મનુના કારણે બિચારા મનવીરની ઉંઘ હરામ થઇ ગઇ હતી. હવે મોના મનુની સલાહ માને છે કે નહિ તે તો સમય જ બતાવશે.

રોહનની કેપ્ટનશીપથી થયા બેહાલ

રોહનની કેપ્ટનશીપથી થયા બેહાલ

બિગ બોસમાં ગઇ કાલે બાનીની કેપ્ટનશીપ ખતમ થઇ અને ઘરમાં નવો કેપ્ટન બન્યો છે રોહન. જો કે રોહનના કેપ્ટન બનવાથી ઘરવાળા બિલકુલ ખુશ નથી. ઘરવાળાએ તો રોહનને તાનાશાહ ઘોષિત કરી દીધો.

મનુ અને મનવીર

મનુ અને મનવીર

બિગ બોસ રોહનને પૂછશે કે તે કયા બે સભ્યોને દંડ દેવા ચાહે છે તો રોહન મનુ અને મનવીરનું નામ લે છે. રોહન ઘરની બહાર આવીને મનુ અને મનવીરને જેલમાં જવા માટે કહે છે અને કારણ જણાવવાની ના પાડી દે છે. જે સાંભળીને મનુ અને મનવીર ગુસ્સે થઇ જાય છે અને રોહનની વાત માનવાનો ઇનકાર કરી દે છે.

લોપા

લોપા

ત્યારબાદ મનુ, મનવીર, લોપા અને મોના ગાર્ડન એરિયામાં બેસીને રોહન વિશે ચર્ચા કરે છે કે આ કેપ્ટનશીપ નહિ પરંતુ તાનાશાહી છે. ઘરમાં આજે દર્શકોને ખૂબ ઝઘડા જોવા મળશે. રોહન ઘરવાળા સામે કહે છે કે એક અઠવાડિયા સુધી પોતાની ઇચ્છા પ્રમાણે તે કરશે. જે સાંભળીને ઘરવાળા ભડકી જાય છે.

લોપા

લોપા

ઘરની અંદર લોપા કિચનમાં રોહન સાથે ઝઘડે છે અને રોહન લોપા સામે બૂમો પાડે છે એટલે લોપા સામાન ઉઠાવીને ફેંકી દે છે.

English summary
Bigg Boss 10: Manu asks Mona to get herself eliminated from the show,
Please Wait while comments are loading...