For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહિંસા અને સમત્વનો સંદેશ આપશે મેગા સીરિયલ બુદ્ધ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 મે : પૌરાણિક ટેલીવિઝન સીરિયલ બુદ્ધ લૉન્ચ થઈ ગઈ છે. સીરિયલનો પ્રથમ શૉટ ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અહીંની ફિલ્મ સિટી ખાતે લેવામાં આવ્યો. સીરિયલના નિર્માતાઓનું કહેવું છે કે બુદ્ધ સીરિયલ યુવાનોમાં અહિંસા અને સમત્વનો સંદેશ આપશે. આજના યુવાનો પૂર્વાગ્રહો અને પાખંડોમાંથી મુક્ત છે. તેમને અહિંસા અને સમત્વનો સંદેશ વિશ્વના યુવાનો સુધી પહોંચાડવાની જરૂર છે.

buddha-serial-launch

સ્પાઇસ ગ્લોબલ નિર્મિત આ સીરિયલ રાજકુમાર સિદ્ધાર્થ અને તેના રાજકુમારથી બુદ્ધ તરફના પ્રયાણ ઉપર આધારિત છે. સ્પાઇસ ગ્લોબલના ગ્લોબલ ચૅરમૅન બી. કે. મોદીએ જણાવ્યું કે બુદ્ધ સીરિયલ એક પર્સનલ કમિટમેંટ છે તેમની પોતાની જાત સાથે. ભારતના ઇતિહાસમાં બુદ્ધનું મહત્વનું સ્થાન રહ્યું છે અને અમે તેમના આ વિશેષ સ્થાનને લોકો સમક્ષ પ્રકટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

મોદીએ જણાવ્યું - અમારી પાસે સક્ષમ કાસ્ટ છે અને બુદ્ધના રોલ માટે પણ એક સક્ષમ પાત્રની પસંદગી કરવામાં આવી રહી છે. આ સીરિયલ યુવાનોને નિડર તથા વિશ્વાસ સાથે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણા આપશે.

બુદ્ધ સીરિયલનો પ્રથમ શૉટ સમીર ધર્માધિકારી તથા કબીર બેદી ઉપર ફિલ્માવાયું છે કે જેઓ સીરિયલમાં મહત્વના રોલમાં છે.

English summary
The first shot of mythological show "Buddha" was taken on the occasion of Buddha Purnima at the Film City here and the makers say it will spread the message of non-violence and equality among the youth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X