ગૌહર બની બિગ બોસ 7ની વિજેતા, માતા અને બહેન પહોંચ્યા લોનાવાલા!
બિગ બોસ 7ની વિજેતાના નામ પરથી આખરે પડદો હટી ગયો છે અને ગૌહર ખાનને બિગ બોસ 7ની વિજેતા જાહેર કરી દેવામાં આવી છે. ગૌહર ખાનની જીતને લઇને દર્શકો ઘણા જ ખુશ છે અને સતત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોતાની ખુશી જાહેર કરી રહ્યાં છે. બિગ બોસ 7ની પ્રતિભાગી શિલ્પા અગ્નિહોત્રીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગૌહર જ બિગ બોસ 7ની વિજેતા છે. ગૌહર ખાનની માતા અને તેમની બહેન નિગાર ખાન પણ લોનાવાલા પહોંચી ગઇ છે અને ગૌહરની જીત પર તેને શુભેચ્છા પાઠવવા અને તેનો સાથ આપવા તૈયાર છે. તનીષા મુખરજી અને એઝાઝ પહેલા જ બહાર આવીને મીડિયા સાથે પોતાના બિગ બોસ સફરની યાદો આપીને ગયા છે.

લોકોએ સંગ્રામ સિંહ પણ બિગ બોસ જીતશે તેવા કયાસ લગાવ્યાહતા, પરંતુ ગૌહર ખાનના ચાહકોએ ગૌહરને વિજેતા બનાવવા માટે સતત વોટ્સ પણ આપ્યા. ગૌહર વિજેતા બન્યા બાદ આ ત્રીજી સિઝન છે કે જેમાં બિગ બોસમાં કોઇ મહિલા વિજેતા બની છે. ગૌહ ખાન જીતવાથી સલમાન પણ ઘણો ખુશ છે, કારણ કે ગૌહર સલમાનની નજીક રહી છે અને બિગ બોસમાં ગૌહરના આવવા પાછળ પણ સલમાન ખાનનો હાથ જણાવવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
