For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનિયર માસ્ટરશેફ માટે સેફ્ટીની ખાસ વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 ઑગસ્ટ : જૂનિયર માસ્ટરશેફ સ્વાદ કે ઉસ્તાદની પ્રથમ સીઝનના નિર્માતાએ શોના પ્રતિસ્પર્ધીઓની સલામતી માટેના પ્રયત્નો કરતાં કાર્યક્રમના નિર્માણ જૂથ માટે સલામતી માટેના સુચનો જારી કર્યાં છે.

junior-masterchef

જૂનિયર માસ્ટશેફના સેટના પ્રવેશ દ્વારે એક મોટું સાઇન બોર્ડ લગાવાયું છે. તેની ઉપર ટીમ માટે સુચનો અને નિયમો લખેલાં છે. એક નિવેદનમાં જણાવાયું કે ટીમના સભ્યો માટે સંકુલમાં ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ છે. તેઓ બાળકોને વળી નહીં શકે, ભલે બાળકોએ કેટલોય ખરાબ વ્યવહાર કેમ ન કર્યો હોય? બાળકોના માતા-પિતાને આ અંગે સુચના આપી દેવાઈ છે. સંકુલમાં અપશબ્દો ધરાવતી ભાષાનો પ્રયોગ પણ પ્રતિબંધિત છે. પ્રતિસ્પર્ધીઓના વાલીઓ ઉપરાંત શોના મૅનેજમેંટના વિશેષ એકમ ઉપર બાળકોને સંભાળવાની જવાબદારી હશે.

આ ઉપરાંત કાર્યક્રમ જૂથની કોઈ વ્યક્તિએ બાળકો સાથે સીધી વાત કરવાની મંજૂરી નહીં હોય. કોલોસિયમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના બૅનર હેઠળ નિર્મિત આ ટેલીવિઝન શોમાં શેફ વિકાસ ખન્ના, કુણાલ કપૂર તથા સૂરજ સિંહ જૉલી નિર્ણાયકો હશે. આ શો આવતીકાલ એટલે કે 17મી ઑગસ્ટથી સ્ટાર પ્લસ ચૅનલ ઉપર પ્રસારિત થશે.

English summary
The makers of the first season of "Junior MasterChef - Swaad Ke Ustaad" are trying their best to keep the participants safe by issuing a safety guide for crew.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X