Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રણવીર-દીપિકા પછી હવે આ તારીખે કપિલ શર્માના લગ્ન થશે

બોલિવૂડમાં એક પછી એક લગ્નની તૈયારીઓ થઇ રહી છે. જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી રહ્યા છે.

બોલિવૂડમાં એક પછી એક લગ્નની તૈયારીઓ થઇ રહી છે. જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં કપિલ શર્માનું નામ પણ જોડાઈ રહ્યું છે.

આ વર્ષ જતા જતા કપિલ શર્માને ખુબ જ વધારે ખુશીઓ આપી જઈ શકે છે. તેઓ આ દિવાળી "ધ કપિલ શર્મા શૉ" ઘ્વારા નવા સિઝનનો તૈયારી કરવા જઈ રહ્યા છે.

કપિલ શર્મા તેમના નવા શૉ સાથે પોતાની ગર્લફ્રેંડ ગિન્ની સાથે લગ્ન કરવાની તૈયારી પણ કરી ચુક્યા છે. કપિલ શર્મા જાતે આ વાત વિશે જણાવી ચુક્યા છે કે તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે. પરંતુ હજુ સુધી કપિલ શર્માએ પોતાના લગ્નની તારીખ અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી કર્યો.

આ પણ વાંચો: કપિલ શર્મા સાથે સુનિલ ગ્રોવરનું કમબેક, ફેન્સ માટે સરપ્રાઈઝ

પરંતુ હાલમાં જ કપિલ શર્માના એક મિત્ર ઘ્વારા તેની જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે કપિલ 12 ડિસેમ્બરે તેની ગર્લફ્રેંડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. કપિલ શર્માના લગ્ન પંજાબના જાલંધરમાં થશે, જેની તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે.

મુંબઈમાં એક ખુબ જ મોટી પાર્ટી

મુંબઈમાં એક ખુબ જ મોટી પાર્ટી

ચાર દિવસ ખુબ જ ધામધૂમથી કપિલ શર્માના લગ્નનો જશ્ન મનાવવામાં આવશે. આ લગ્નમાં કપિલ શર્માનો પરિવાર અને ખાસ મિત્રો હાજરી આપશે. ત્યારપછી મુંબઈમાં એક ખુબ જ મોટી પાર્ટી રાખવામાં આવશે, જ્યાં કપિલ શર્માના બધા જ નજીકના લોકો શામિલ થશે.

ગિન્નીએ દરેક સમયે તેનો સાથ આપ્યો

ગિન્નીએ દરેક સમયે તેનો સાથ આપ્યો

કપિલ શર્મા સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં ગિન્નીએ ખુબ જ મજબૂતી સાથે કપિલનો સાથ આપ્યો. એટલું જ નહીં પરંતુ કપિલની તબિયત જોતા ગિન્નીએ દરેક સમયે તેનો સાથ આપ્યો છે.

કપિલના કમબેકની રાહ

કપિલના કમબેકની રાહ

કપિલના ફેન્સ હજુ પણ કપિલના કમબેકની રાહ જોઈ રહ્યા છે જે તેને ફરીથી ટીવી પર સ્ટાર કોમેડિયનની જગ્યા અપાવી શકે. તમને જણાવી દઈએ કે કપિલ આ વર્ષના અંત સુધીમાં કમબેક કરી શકે છે. તે ફરીથી સોની ટીવી પર પોતાના નવા કોમેડી શો સાથે કમબેક કરતો જોવા મળશે.

ગાયબ હતા કપિલ શર્મા

ગાયબ હતા કપિલ શર્મા

એમાં કોઈ બેમત નથી કે કપિલના ફેન્સ તેના ધમાકેદાર કમબેકની ખૂબ રાહ જોઈ રહ્યા છે અને જ્યારે કપિલે પોતે કહ્યુ કે તે જલ્દી કમબેક કરવાના છે તો લોકોની ઉત્સુકતા વધી ગઈ. તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી ગાયબ કપિલે 8 જૂનની રાતે ટ્વિટ કરીને પોતાના વિશે જાણકારી આપી હતી. કપિલે કહ્યુ હતુ કે હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને હું વચન આપુ છુ કે હું બહુ જલ્દી ટીવી શો દ્વારા કમબેક કરીશ, બસ તમારો પ્રેમ આ રીતે આપતા રહેજો.

વિવાદોમાં રહ્યા

વિવાદોમાં રહ્યા

કપિલ શર્મા સોની ટીવી પર ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા જેવા ફ્લોપ શૉ ઘ્વારા કમબેક કરનાર કપિલ શર્મા માટે છેલ્લા કેટલાક દિવસ ઘણા ખરાબ રહ્યા હતા. તેમનો પહેલો શૉ તેમના જુના સાથીઓ સાથે લડાઈને કારણે બંધ થઇ ગયો. ત્યારપછી તેઓ પોતાની કથિત પ્રેમિકા અને મેનેજર પ્રીતિ સિમોસ ને કારણે ચર્ચામાં રહ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X