કપિલ શર્મા પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
કપિલ શર્મા આ વર્ષે પોતાના ફેન્સ માટે એક નહીં પરંતુ ડબલ ધમાકા લઈને આવી રહ્યા છે. એક તરફ જ્યાં તેઓ પોતાનો "ધ કપિલ શર્મા શૉ" લઈને આવી રહ્યા છે.
કપિલ શર્મા આ વર્ષે પોતાના ફેન્સ માટે એક નહીં પરંતુ ડબલ ધમાકા લઈને આવી રહ્યા છે. એક તરફ જ્યાં તેઓ પોતાનો "ધ કપિલ શર્મા શૉ" લઈને આવી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ ટીવી પર કમબેક કરવાની સાથે સાથે કપિલ શર્માએ લગ્ન કરવાની પણ તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો: અક્ષય અને ટ્વિકંલ કમબેક કરવા માટે કપિલ શર્માની મદદ કરશે
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર પોતાના નવા શૉના લોન્ચ સાથે સાથે કપિલ શર્માના ઘરે લગ્નની પણ તૈયારીઓ થવા લાગી છે. કપિલ શર્મા વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2018 દરમિયાન પોતાની ગર્લફ્રેંડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન કપિલ શર્માના ગામ અમૃતસરમાં રાખવામાં આવશે.

મુંબઈમાં એક ખુબ જ મોટી પાર્ટી
ચાર દિવસ ખુબ જ ધામધૂમથી કપિલ શર્માના લગ્નનો જશ્ન મનાવવામાં આવશે. આ લગ્નમાં કપિલ શર્માનો પરિવાર અને ખાસ મિત્રો હાજરી આપશે. ત્યારપછી મુંબઈમાં એક ખુબ જ મોટી પાર્ટી રાખવામાં આવશે, જ્યાં કપિલ શર્માના બધા જ નજીકના લોકો શામિલ થશે.

ગિન્નીએ દરેક સમયે તેનો સાથ આપ્યો
કપિલ શર્મા સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં ગિન્નીએ ખુબ જ મજબૂતી સાથે કપિલનો સાથ આપ્યો. એટલું જ નહીં પરંતુ કપિલની તબિયત જોતા ગિન્નીએ દરેક સમયે તેનો સાથ આપ્યો છે.

કપિલના કમબેકની રાહ
કપિલના ફેન્સ હજુ પણ કપિલના કમબેકની રાહ જોઈ રહ્યા છે જે તેને ફરીથી ટીવી પર સ્ટાર કોમેડિયનની જગ્યા અપાવી શકે. તમને જણાવી દઈએ કે કપિલ આ વર્ષના અંત સુધીમાં કમબેક કરી શકે છે. તે ફરીથી સોની ટીવી પર પોતાના નવા કોમેડી શો સાથે કમબેક કરતો જોવા મળશે.

ગાયબ હતા કપિલ શર્મા
એમાં કોઈ બેમત નથી કે કપિલના ફેન્સ તેના ધમાકેદાર કમબેકની ખૂબ રાહ જોઈ રહ્યા છે અને જ્યારે કપિલે પોતે કહ્યુ કે તે જલ્દી કમબેક કરવાના છે તો લોકોની ઉત્સુકતા વધી ગઈ. તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી ગાયબ કપિલે 8 જૂનની રાતે ટ્વિટ કરીને પોતાના વિશે જાણકારી આપી હતી. કપિલે કહ્યુ હતુ કે હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને હું વચન આપુ છુ કે હું બહુ જલ્દી ટીવી શો દ્વારા કમબેક કરીશ, બસ તમારો પ્રેમ આ રીતે આપતા રહેજો.

વિવાદોમાં રહ્યા
કપિલ શર્મા સોની ટીવી પર ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા જેવા ફ્લોપ શૉ ઘ્વારા કમબેક કરનાર કપિલ શર્મા માટે છેલ્લા કેટલાક દિવસ ઘણા ખરાબ રહ્યા હતા. તેમનો પહેલો શૉ તેમના જુના સાથીઓ સાથે લડાઈને કારણે બંધ થઇ ગયો. ત્યારપછી તેઓ પોતાની કથિત પ્રેમિકા અને મેનેજર પ્રીતિ સિમોસ ને કારણે ચર્ચામાં રહ્યા.

કપિલ શર્માએ બદલી લાઈફસ્ટાઈલ
વચ્ચે એવી ખબર આવી હતી કે કપિલ શર્મા ડિપ્રેશનમાં છે અને દારૂની લત તેમને બરબાદ કરી રહી છે. હવે આ ખબર કેટલી સાચી અને કેટલી ખોટી છે તેના વિશે કપિલ શર્મા જ જાણે છે. પરંતુ આ વાતમાં કોઈ જ શંકા નથી કે કપિલ શર્માના ફેન્સ તેમના કમબેક કરવાની રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્માએ મોડી રાત્રે જે ટવિટ કર્યું છે તેમાં તેમને જણાવ્યું છે કે તેઓ પોતાની લાઈફસ્ટાઈલ બદલવા માટે કોશિશ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
