For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોકિલા, અક્ષરા અને ખુશી કરશે માસ્ટર શેફના વધામણાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 માર્ચ : આગામી 11મી માર્ચથી સ્ટાર પ્લસ ઉપર શરૂ થતાં માસ્ટર શેફ ઇન્ડિયા 3 શોના પ્રથમ એપિસોડમાં માસ્ટર શેફના પ્રતિસ્પર્ધીઓના વધામણાં ખૂબ જ અનોખી રીતે થશે. આ વખતે દેશના ખૂણેખૂણાથી આવેલા પ્રતિસ્પર્ધીઓનું સ્વાગત કરવા માટે શોમાં હાજર રહેશે સાથિયાની કોકિલાબેન (રૂપલ પટેલ), યે રિશ્તા ક્યા કહલાતા હૈની અક્ષરા (હિના ખાન) અને ઇસ પ્યાર કો ક્યા નામ દેંની ખુશી એટલે કે સાન્યા ઈરાની.

meet-dine-session-of-masterchef-india

સ્ટાર પ્લાસની આ ત્રણે વહુઓ માસ્ટર શેફ બનવાનું સ્વપ્ન લઈ આવનાર પ્રતિસ્પર્ધીઓનું સ્વાગત કરશે અને તેમને શુભેચ્છાઓ પણ પાઠવશે. આ માસ્ટર શેફમાં જજિસની ખુરશીએ શેફ વિકાસ ખન્ના, શેફ કુણાલ કપૂર તથા દુનિયા ભરમાં પ્રખ્યાત શેફ સંજીવ કપૂર બેસશે. માસ્ટર શેફના બૂટ કૅમ્પમાં સૌપ્રથમ પ્રતિસ્પર્ધીઓને ઑરેંજને યૂઝ કરી એક ડિશ બનાવવા કહેવાયું. તેમને એક કલાકનો સમય ફાળવાયો. પછી અચાનક જ અડધા કલાક બાદ તેમને એક ગાંઠ કૉબિજ અપાઈ અને કહેવાયું કે જે પણ ડિશ તેઓ બનાવે છે, તેમાં ગાંઠ કૉબિજની ફ્લેવરણ પણ આવવી જોઇએ.

શોમાં આ વખતે બહેતરીન પ્રતિસ્પર્ધીઓ આવ્યાં છે. તેમાંના દિલ્હી શહેરમાં ઘરે-ઘરે જઈ રસોઈ બનાવનાર મહિલા છે. તેમના પતિએ એક બાળકી સાથે રેપ કર્યો અને તેથી આ મહિલાએ પોતાના પતિને ત્યજી દીધો. ઉપરાંત એક પ્રતિસ્પર્ધી એંજીનિયરિંગના વિદ્યાર્થી છે. તે એંજીનિયરિંગ છોડી માસ્ટર શેફ બનવા માટે આવ્યો છે.

ઉપરાંત માસ્ટર શેફમાં ભારતી અને રાહુલ મહાજનને પણ બોલાવાયાં છે. ઑક્ટોબર-2010માં ટેલીકાસ્ટ થયેલ પ્રથમ સીઝનમાં જજિસ હતાં બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર, શેફ વિકાસ ખન્ના અને અજય ચોપરા. તેમાં લખનૌના પંકજ ભદૌરિયા વિજયી થયા હતાં. સીઝન 2નું પ્રસારણ ઑક્ટોબર-2011માં થયું અને તેનાવિજેતા હતાં શિલમનાં શિપ્રા ખન્ના. હવે સંજીવ કપૂર સાથે માસ્ટર શેફનો ત્રીજો ભાગ ટુંકમાં જ ટેલીકાસ્ટ થશે. જોઇએ આ વખતે સંજીવ કપૂર દુનિયાના કયા ખૂણેથી ત્રીજો માસ્ટર શેફ શોધી કાઢે છે?

English summary
Master Chef India 3 will start from 11th Of March. Sanjeev Kapoor will be the judge of this season. Akshara, Kokila Ben and Khushi who are playing lead roles in Star Plus serials will welcome participants of Master Chef and wish them best of Luck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X