• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સારા સમાચાર: સલમાન, શાહરુખ અને કેટરિના એકસાથે આવશે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આ વાતમાં કોઈ જ શંકા નથી કે જયારે સલમાન ખાન અને શાહરુખ ખાન એકસાથે આવે છે ત્યારે બ્લોકબસ્ટર બનવું સ્વાભાવિક છે, પછી તે ફિલ્મ હોય કે ટીવી.

સલમાન ખાન ખુબ જ જલ્દી શાહરુખ ખાનની ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે. ઈદ દરમિયાન ફેન્સને તેની પહેલી ઝલક જોવા મળી હતી. પરંતુ આ બંને ખુબ જ જલ્દી કેટરિના કૈફ સાથે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

વાંચો: ઝીરો ફિલ્મમાં કેટરિના કૈફની પહેલી ઝલક, દમદાર

હાલમાં ખબર મળી છે કે કરણ જોહરના સેલિબ્રિટી ચેટ શૉ કોફી વિથ કરણ સીઝન 6 માં પહેલીવાર સલમાન ખાન, શાહરુખ ખાન અને કેટરિના કૈફ જોવા મળશે. કરણ જોહરના સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે સારા સંબંધ છે.

કરણ જોહર તેના શૉની ટીઆરપી માટે બંને ખાનને એકસાથે લાવવા માંગે છે. તેની સાથે સાથે કેટરિના કૈફ પણ સલમાન અને શાહરુખ સાથે સારી મિત્રતા ધરાવે છે.

વાંચો: સલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ

તેવી પરિસ્થિતિમાં ત્રણેને એક સાથે લાવવાની તૈયારી મેકર્સ ઘ્વારા જોરશોરથી કરવામાં આવી રહી છે. ખબર એવી પણ આવી રહી છે કે સલમાન ખાન અને શાહરુખ ખાન ભેગા મળીને કરણ અને કેટરિનાની ટાંગ ખેંચતા જોવા મળશે. આપને જણાવી દઈએ કે કોફી વિથ કરણ સીઝન 6 ની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે.

જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ જીરો ક્રિસમસ પર રિલીઝ થશે. આગળ જાણો શાહરૂખની આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો...

બીજી દુનિયા સાથે કનેક્શન

બીજી દુનિયા સાથે કનેક્શન

સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ બીજી દુનિયા સાથે કનેક્ટેડ હશે એટલે કે આ ફિલ્મ એલિયન્સ પર બની હોય શકે છે.

ફિલ્મનું ટાઈટલ

ફિલ્મનું ટાઈટલ

ફિલ્મનું ટાઈટલ જીરો રાખવામાં આવ્યું છે. આનંદ એલ રાય મુજબ દરેક માણસમાં કંઈક ઘટતું હોય છે. હું જીરોથી સેલિબ્રેટ કરવા માગું છું માટે ફિલ્મનું નામ જીરો છે.

અલગ પ્રકારની ફિલ્મ

અલગ પ્રકારની ફિલ્મ

કોઈ બીજો મત નથી કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે હિટ થાય કે એવરેજ રહે પણ આ ફિલ્મ અલગ પ્રકારનો અનુભવ કરાવશે. આ ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન વામનરૂપના રોલમાં જોવા મળશે. ટીઝરમાં જ એમનો અંદાજો જોઈને લોકો પાગલ થઈ ગયા હતા.

ફિલ્મના ડાયલોગ્સ

ફિલ્મના ડાયલોગ્સ

ટીજરમાં ફિલ્મના બે દમદાર ડાયલોગ્સ છે. 'હમ કિસી કે પીછે લગકર ઉસકી વેલ્યૂ બઢા દેતે હૈં.', 'ટિકટેં લિયે બૈઠે હૈં લોગ મેરી જિંદગી કી, તમાશા ભી પૂરા હોના ચાહિયે.'

ફિલ્મનું બજેટ

ફિલ્મનું બજેટ

આ ફિલ્મ 2018ની સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ છે. આનંદ એલ રાયની આ ફિલ્મ 150-160 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મના પ્રમોશનમાં કંઈ બાકી રાખવામા નહીં આવે.

ચોંકાવી દેશે ક્લાયમેક્સ

ચોંકાવી દેશે ક્લાયમેક્સ

ફિલ્મનો ક્લાયમેક્સ દર્શકોને ચોંકાવી દેશે, જ્યારે એમને ખબર પડશે કે ફિલ્મના તમામ કેરેક્ટરનું કનેક્શન ધરતીને બદલે બીજી દૂનિયા સાથે છે. ફિલ્મના લોગોમાં પણ વાર્તાની ક્લૂ આપવામાં આવ્યો છે.

કેટરીના-અનુષ્કાનો રોલ

કેટરીના-અનુષ્કાનો રોલ

ફિલ્મ જીરોમાં માત્ર કિંગ ખાનની સાઈઝ જ નાની નથી પરંતુ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ તમને અલગ જ રોલમાં જોવા મળશે. આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે.

સ્ટાર કાસ્ટ

સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, કાજોલ અને આલિયા ભટ્ટ સહિત કેટલાય બૉલીવુડના સ્ટાર્જ જોવા મળશે. જો કે તેઓ ફિલ્મમાં ગેસ્ટ અપીયરેન્સ દેશે.

જબરદસ્ત એક્સ્ટ્રા ઈફેક્ટ

જબરદસ્ત એક્સ્ટ્રા ઈફેક્ટ

જીરોમાં વીએફએક્સનો પણ જબરદસ્ત ઉપયોગ જોવા મળશે. આનંદ એ રાયની આ પહેલી સાઈ-ફાઈ ફિલ્મ છે, ત્યારે આ ફિલ્મ બનાવવામાં કોઈ કમી રાખવામાં નહીં આવે.

શાહરુખ સાથે પહેલી વખત

શાહરુખ સાથે પહેલી વખત

શાહરુખ ખાન અને આનંદ એલ રાય પહેલી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. એવામાં દર્શકો પણ આ જાદૂઈ જોડી એક સાથે આવવાથી ઉત્સુક છે.

English summary
There is big buzz is that Salman Khan and Shahrukh Khan entry Koffee with Karan 6
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X